પહેલગામ હુમલા બાદ, ખીણમાં આ લોકો જોખમમાં! સુરક્ષા દળો હાઇ એલર્ટ પર

પહેલગામ હુમલા બાદ, ખીણમાં આ લોકો જોખમમાં! સુરક્ષા દળો હાઇ એલર્ટ પર

04/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ હુમલા બાદ, ખીણમાં આ લોકો જોખમમાં! સુરક્ષા દળો હાઇ એલર્ટ પર

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, આતંકવાદીઓનું આશ્રયસ્થાન પાકિસ્તાન હવે નવી યોજના તૈયાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી ભારતીય રેલવેના માળખાને નબળું પાડવાની  યોજના બનાવી રહ્યા છે. આતંકવાદીઓ કાશ્મીરી પંડિતો અને ખીણમાં કામ કરતા બિન-સ્થાનિક લોકો પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે.


બિન-સ્થાનિક લોકો અને કાશ્મીરી પંડિતો પર હુમલાની યોજના

બિન-સ્થાનિક લોકો અને કાશ્મીરી પંડિતો પર હુમલાની યોજના

જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખીણમાં સ્થાનિક પોલીસ (CID), અન્ય રાજ્યોના લોકો અને ખીણમાં કાશ્મીરી પંડિતો પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ISI અને આતંકવાદીઓ સંયુક્ત રીતે ઉત્તર, મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ખીણમાં રેલવેના ઘણા કર્મચારીઓ સ્થાનિક ન હોવાથી રેલવેના માળખાગત સુવિધાઓ એક સંવેદનશીલ લક્ષ્ય છે. તેમણે કહ્યું કે રેલવે સુરક્ષા કર્મચારીઓ ઘણીવાર તેમના બેરેકમાંથી બહાર આવીને સ્થાનિક બજારોમાં ફરતા રહે છે. તેમને આમ કરવાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે કારણ કે તે તેમની સુરક્ષા માટે સારું નથી.


રેલવેકર્મીઓ માટે અધિકારીઓની ચેતવણી

રેલવેકર્મીઓ માટે અધિકારીઓની ચેતવણી

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. એવી ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI શ્રીનગર અને ગાંદરબલ જિલ્લામાં કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓ પર લક્ષિત હુમલા કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે સુરક્ષા દળો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા છે.

અધિકારીઓ તરફરથી આદેશ આપવામાં આવ્યો છે કે આતંકવાદીઓ દ્વારા રેલવે પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top