ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વ

ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વીડિયો

04/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વ

ગઇકાલે જ ગૃહ મંત્રી અમિત શાહે બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતા કરી હતી અને તેમને પોત પોતાના રાજ્યોમાં રહેતા પાકિસ્તાનીઓને વહેલી તકે પાછા તેમના દેશમાં મોકલી આપવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 500થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.


અમદાવાદમાં 400થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર વિદેશી પ્રવાસી મળ્યા

અમદાવાદમાં 400થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર વિદેશી પ્રવાસી મળ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અજીત રાજયાને જણાવ્યું હતું કે, પોલીસે શનિવારે સવારે 3:00 વાગ્યે સંયુક્ત કાર્યવાહી કરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), આર્થિક ગુના શાખા (EOW), ઝોન 6 પોલીસ અને મુખ્યાલયના અધિકારીઓની ટીમે સંયુક્ત ઓપરેશન દરમિયાન 400 શંકાસ્પદોની અટકાયત કરી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

DCP અજીતે જણાવ્યું હતું કે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓન ઓળખવા માટે પોલીસ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. શોધખોળ દરમિયાન પોલીસને 400થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર વિદેશી પ્રવાસી મળ્યા, જેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


સુરતમાં પણ મળ્યા બાંગ્લાદેશી:

સુરતમાં પણ મળ્યા બાંગ્લાદેશી:

બીજી તરફ, સુરત પોલીસની SOG અને ક્રાઇમ બ્રાંચ ટીમોએ શહેરના જુદા-જુદા વિસ્તારોના 100થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસની ટીમ આ લોકોની પૂછપરછ કરી રહી છે.


ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું કારણ

ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહીનું કારણ

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરી દીધા છે. આ નીતિના આધારે, પાકિસ્તાનના લોકોને દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પાકિસ્તાનના લોકોને ઓળખવા અને દેશમાંથી કાઢવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. જો સરકારની સૂચનાના ઉલ્લંઘનમાં, જો કોઈ પાકિસ્તાની નાગરિક ભારતમાં નિર્ધારિત સમય કરતા વધુ સમય માટે રોકાય છે, તો કાયદા મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top