જોડકી દીકરીઓનો જન્મ થયો તો રોષે ભરાયેલા શખ્સે નવજાત બાળકીઓ અને પત્નીને રસ્તા પર છોડી દીધી
રાજસ્થાનના અલવરમાં માલાખેડા નજીકના મોરેડા ગામનો એક નિર્દયી પિતા પોતાની જોડકી નવજાત પુત્રીઓ અને પત્નીને રસ્તા પર છોડીને જતો રહ્યો. અગાઉ આ યુવકે ઘરમાં એક નવજાત બાળકીને ખાટલા પરથી નીચે ફેંકી દીધી હતી. આ દરમિયાન તે બચી ગઈ હતી. ત્યારબાદ, તેણે પોતાની પત્નીને પુત્રીઓને જન્મ આપવા બદલ સજા કરી અને તેને ઘરમાંથી કાઢી મૂકી. હવે બંને નવજાત શિશુઓ અલવરની બાળકોના હૉસ્પિટલમાં દાખલ છે. મહિલાનું પિયર અલવર શહેરમાં દિલ્હી દરવાજા ગંગા મંદિર પાસે છે. તેના માતા-પિતા નથી. વર્ષ 2020માં, દાદીએ જ યુવતીના લગ્ન કરાવ્યા હતા.
માલાખેડાના મોરેડા ગામના રહેવાસી સમય સિંહના લગ્ન 7 મે, 2020ના રોજ અલવરના દિલ્હી દરવાજા વિસ્તારની રહેવાસી પ્રિયા સાથે થયા હતા. પ્રિયાના માતા-પિતા પહેલાથી જ નથી. પ્રિયાના કાકા ઇસ્માઇલપુર ગામમાં રહે છે અને તેના લગ્ન તેની દાદીએ કર્યા હતા. પ્રિયાએ 26 માર્ચે જોડકી દીકરીઓને જન્મ આપ્યો. દીકરીઓના જન્મ બાદ સિંહ નારાજ રહેવા લાગ્યો. દીકરીઓના જન્મ બાદ, તે મોટા ભાગે પ્રિયા સાથે મારામારી કરતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો. 22 એપ્રિલના રોજ, સમય સિંહ પોતાની પત્ની પ્રિયા અને બે પુત્રીઓને તુલેદા સ્થિત રસ્તા પર છોડીને જતો રહ્યો.
પ્રિયાએ કહ્યું કે દીકરીઓના જન્મ બાદ પતિ તેને માર મારતો હતો. અને અંતે તે અચાનક ત્રણેયને તુલેડા રોડ પર બાઇક પર છોડીને ચાલ્યો ગયો. તે એક સાથે 2 દીકરીઓ થવાથી નારાજ હતો. પતિ દીકરીઓ ઇચ્છતો નહોતો. થોડા દિવસ અગાઉ તેણે એક દીકરીને ખાટલા પરથી જમીન પર ફેંકી દીધી હતી. નવજાત માથાના બળે નીચે પડી. હવે બંને દીકરીઓ જિલ્લા હૉસ્પિટલમાં દાખલ છે.
પ્રિયાએ જણાવ્યું કે, તેની દીકરીઓના જન્મ અગાઉ તેના 2 દીકરા છે. સમય સિંહ પોતાના બંને દીકરાઓને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ પ્રિયાએ પોતાની ફોઈને આ બાબતની જાણ કરી. થોડા સમય બાદ, દિલ્હી દરવાજાથી દાદી આવ્યા. તેમણે દીકરીઓને ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરી. હૉસ્પિટલના ડૉક્ટરનું કહેવું છે કે નવજાત શિશુને કોઈ બાહ્ય ઈજા નથી. જો આંતરિક ઈજા થઈ હશે તો તપાસમાં સામે આવશે. તુલેડાના રહેવાસી અને મહિલાના પરિચિત જગદીશ જાટવે જણાવ્યું કે આ મામલે સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે પોલીસ આ મામલાની તપાસ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp