ગુજરાતના શખ્સને એક નહીં, 2 વાર ફાંસીની સજા ફટકારવામાં આવી, જાણો કોર્ટે કયા ગુના માટે આપ્યો ચૂકા

ગુજરાતના શખ્સને એક નહીં, 2 વાર ફાંસીની સજા ફટકારવામાં આવી, જાણો કોર્ટે કયા ગુના માટે આપ્યો ચૂકાદો

04/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના શખ્સને એક નહીં, 2 વાર ફાંસીની સજા ફટકારવામાં આવી, જાણો કોર્ટે કયા ગુના માટે આપ્યો ચૂકા

આણંદ જિલ્લાની ખંભાત સેશન્સ કોર્ટે 7 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં 24 વર્ષના દોષિતને બેવડા મૃત્યુદંડની સજા ફટકારી છે. ઓક્ટોબર 2019માં, આણંદના ખંભાતના કાણીસા ગામમાં પોલીસને એક માસૂમ છોકરીનો મૃતદેહ પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળ્યો હતો.


જાણો શું છે મામલો?

જાણો શું છે મામલો?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, 24 વર્ષીય અર્જૂન અંબાલાલ ગોહિલ ગુજરાતી નવા વર્ષ દરમિયાન બિસ્કિટની લાલચ આપીને એક સાત વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો હતો. માસૂમ બાળકી પર બળાત્કાર કર્યા બાદ, તેની હત્યા કરીને તેના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.


કોર્ટે આ કેસને દુર્લભ ગણાવ્યો

કોર્ટે આ કેસને દુર્લભ ગણાવ્યો

સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ જણાવ્યું હતું કે, સેશન્સ કોર્ટે આ કેસને દુર્લભમાં દુર્લભ ગણાવ્યો હતો અને બળાત્કાર તેમજ હત્યાના ગુના માટે આરોપીને અલગ-અલગ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ નિર્ણય પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને ન્યાયતંત્રની પ્રશંસા કરી અને કહ્યું કે પોલીસે આ કેસમાં લગભગ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આ નિર્ણય, પીડિત પરિવારને ન્યાય અપાવવાની સાથે, સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે એક મજબૂત સંદેશ આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top