શું હાફિઝ સઈદે લખી હતી પહેલગામ હુમલાની સ્ક્રિપ્ટ? 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડની ખીણમાં થયેલા હુમ

શું હાફિઝ સઈદે લખી હતી પહેલગામ હુમલાની સ્ક્રિપ્ટ? 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડની ખીણમાં થયેલા હુમલા સાથે મળી લિન્ક!

04/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

શું હાફિઝ સઈદે લખી હતી પહેલગામ હુમલાની સ્ક્રિપ્ટ? 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડની ખીણમાં થયેલા હુમ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાએ જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી સક્રિય રહેલા આતંકવાદી મોડ્યૂલને સામે લાવી દીધું છે.


લશ્કર સાથે જોડાયેલા જૂથે કર્યો પહેલગામમાં હુમલો

લશ્કર સાથે જોડાયેલા જૂથે કર્યો પહેલગામમાં હુમલો

વર્ષ 2019માં આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ ખીણમાં આ સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે અને આ આતંકવાદી હુમલાને કારણે ભારત સરકાર તરફથી પાકિસ્તાન સામે ઉચ્ચ સ્તરીય કૂટનીતિક અને સુરક્ષા પ્રતિક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ હુમલો પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LET) આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા એક કટ્ટર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના વિદેશી આતંકવાદી સામેલ છે, જેને સ્થાનિક આતંકવાદીઓ અને ખીણના ઓવરગ્રાઉન્ડ વર્કરોનું સમર્થન પ્રાપ્ત છે અને તે 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના કંટ્રોલમાં છે.


કયા કયા હુમલાઓ પાછળ છે આ મોડ્યૂલ?

કયા કયા હુમલાઓ પાછળ છે આ મોડ્યૂલ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ મોડ્યૂલ લાંબા સમયથી કાશ્મીર ખીણમાં સક્રિય છે અને સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે તે સોનમર્ગ, બુટા પથરી અને ગંદેરબલ સહિત સમગ્ર પ્રદેશમાં અનેક હાઇ-પ્રોફાઇલ હુમલાઓ પાછળ છે. વર્ષ 2024માં, બુટા પથરીમાં થયેલા આતંકવાદી હુમલામાં 2 ભારતીય સેનાના જવાન સહિત 4 લોકો માર્યા ગયા હતા. તે જ મહિને, સોનમર્ગમાં ટનલ નિર્માણ કરનારા મજૂરો પર ઘાતક હુમલો થયો હતો, જેમાં 6 મજૂરો અને એક ડૉક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.


એન્કાઉન્ટરમાં માર્યો ગયો જુનૈદ અહમદ ભટ

એન્કાઉન્ટરમાં માર્યો ગયો જુનૈદ અહમદ ભટ

જોકે, સોનમર્ગમાં થયેલા હુમલા પછી, આ મોડ્યૂલનો મુખ્ય આતંકી જુનૈદ અહમદ ભટ્ટ, જે કુલગામનો A+ શ્રેણીનો લશ્કર આતંકવાદી હતો, તેને ડિસેમ્બર 2024માં એક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જૂથના અન્ય સભ્યો ભાગી જવામાં સફળ રહ્યા અને નજીકના જંગલોમાં છુપાઈ ગયા હતા.

આ મોડ્યૂલને કથિત રીતે લશ્કર પ્રમુખ હાફિઝ સઈદ અને તેના ડેપ્યુટી સૈફુલ્લાહ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ બંને પાકિસ્તાનથી કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ભારતીય એજન્સીઓનું કહેવું છે કે મોડ્યૂલને ન માત્ર વૈચારિક, પરંતુ પાકિસ્તાનની સેના અને તેની જાસૂસી એજન્સી ISI પાસેથી પૂરી રીતે સમર્થન મળે છે.


જે શંકાસ્પદોના સ્કેચ જાહેર કરાયેલા તેમાંથી 2 પાકિસ્તાની

જે શંકાસ્પદોના સ્કેચ જાહેર કરાયેલા તેમાંથી 2 પાકિસ્તાની

જમ્મુ અને કાશ્મીરમાં એક વિસ્ફોટમાં પહેલગામ આતંકવાદી હુમલામાં કથિત રીતે સંડોવાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓના ઘર નષ્ટ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ, આદિલ હુસૈન થોકર અને આસિફ શેખના ઘરની તપાસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં રાખેલા વિસ્ફોટકોમાં બલાસ્ટ થયો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો રહેવાસી થોકર મંગળવારના પહેલગામ હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક છે. જ્યારે પુલવામા જિલ્લાના ત્રાલનો રહેવાસી શેખ પણ હુમલાના કાવતરામાં સામેલ હોવાની શંકા છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે પહેલગામ હુમલા સાથે જોડાયેલા 3 શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા. તેમાંથી 2 પાકિસ્તાની નાગરિક છે હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ભાઈ ઉર્ફે તલ્હા. ત્રીજો અબ્દુલ હુસૈન થોકર કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. પોલીસે તેમના પર 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ રાખ્યું છે. ગુરુવારે સુરક્ષા દળોએ નજીકના જંગલોમાં મોડ્યૂલ દ્વારા ઉપયોગમાં લેવાતું એક છુપાવાનું સ્થળ પણ શોધી કાઢ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top