BREKING: ચીનમાં તબાહી મચાવનાર વાયરસની ભારતમાં એન્ટ્રી, ભારતમાં HMPVનો પહેલો કેસ મળ્યો, 8 મહિનાનું બાળક પોઝિટિવ
HMPV First Case in India: ચીનમાં HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. HMPV વાયરસ વિનાશ મચાવી રહ્યો છે. હવે આ વાયરસે ચીનની બહાર પણ પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. ચીનમાં તબાહી મચાવનાર HMPV વાયરસે હવે ભારતમાં દસ્તક દઇ દીધી છે. બેંગ્લોરની એક ખાનગી હૉસ્પિટલમાં 8 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાપ્યૂમોવાયરસ (HMPV)નો કેસ મળી આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હૉસ્પિટલની લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે.
કર્ણાટકના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માહિતી આપી છે. કર્ણાટક આરોગ્ય વિભાગ, ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વધુ સૂચનાઓની રાહ જોઈ શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું આ HMPVનો એ જ સ્ટ્રેન છે કે જે ચીનમાં કેસ વધારી રહ્યો છે. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. બધા ફ્લૂ સેમ્પલમાંથી 0.7 HMPVના હોય છે. અત્યારે આ વાયરસનો સ્ટ્રેન શું છે એ જાણી શકાયું નથી.
આ વાયરસને હ્યુમન મેટાન્યૂમોવાયરસ એટલે કે HMPV પહેવામાં આવે છે, જેના લક્ષણ ઘણી હદ સુધી સામાન્ય શરદી-ઉધરસ સમાન હોય છે. સામાન્ય કેસોમાં તે ખાંસી કે ગળામાં ઘરઘરાટ, નાક વહેવા કે ગળામાં ખારાશનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્વોમાં HMPVનું સંક્રમણ ગંભીર હોય શકે છે. નબળી ઇમ્યૂન સિસ્ટમવાળા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કહેવામાં આવે છે કે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં પરેશાની અને ફ્લૂ જેવા લક્ષણ નજરે પડી રહ્યા છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસર્સે વાયરસ સાથે જોડાયેલા પડકારો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp