Video: જેસલમેરના રણમાં ધરતી ફાડીને નીકળ્યું પાણી, 50 કલાકમાં પૂર જેવી સ્થિતિ, લોકો પણ રહી ગયા દ

Video: જેસલમેરના રણમાં ધરતી ફાડીને નીકળ્યું પાણી, 50 કલાકમાં પૂર જેવી સ્થિતિ, લોકો પણ રહી ગયા દંગ

12/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

Video: જેસલમેરના રણમાં ધરતી ફાડીને નીકળ્યું પાણી, 50 કલાકમાં પૂર જેવી સ્થિતિ, લોકો પણ રહી ગયા દ

Mysterious Water Flow In Jaisalmer: રાજસ્થાનના રણમાં સ્થિત જેસલમેર જિલ્લામાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જેસલમેરના રેતાળ વિસ્તારમાં એક ખેતરમાં બોર કરતી વખતે, પાણી ધરતી ફાડીને બહાર આવી ગયું. આ પાણીની ગતિ એટલી બધી હતી કે તે લગભગ 3-4 ઉંચે ઉછળ્યું. ત્યારબાદ લગભગ 50 કલાક સુધી આ જ ઝડપે પાણી નીકળતું રહ્યું. કોઈને સમજાયું નહીં કે આ કેવી રીતે થઈ રહ્યું છે? શનિવારે સવારે 5:00 વાગ્યે ધરતી ફાડીને પાણી નીકળવાનું શરૂ થયું હતું જે સોમવારે સવારે 7:00 વાગ્યે આપોઆપ બંધ થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટના વિક્રમ સિંહ ભાટીના ખેતરમાં બની હતી. તેમનું ખેતર જેસલમેરના કેનાલ વિસ્તારના ચક 27 BDના તીન જોરા માઇનર પાસે છે. વિક્રમ સિંહ ભાજપના મોહનગઢ વિભાગના અધ્યક્ષ છે. તેઓ પોતાના ખેતરમાં બોર કરાવી  રહ્યા હતા. શનિવારે સવારે 5:00 વાગ્યાના સુમારે અચાનક ધરતીમાંથી પાણી ફૂટી નીકળ્યું હતું. પાણીનું દબાણ એટલું હતું કે તે 3-4 ફૂટની ઊંચાઈએ ઉછળ્યું. આ જોઈને વિક્રમસિંહ અને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બોર 850 ફૂટના ઊંડાણ સુધી ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ પાઈપ બહાર કાઢતી વખતે તેજ ગતિએ પાણી નીકળવા લાગ્યું હતું.


બોર ખોદતું મશીન પણ અંદર ધસી ગયું

બોર ખોદતું મશીન પણ અંદર ધસી ગયું

થોડી જ વારમાં બોર ખોદતું મશીન પણ પાણીના વહેણને કારણે ડૂબવા લાગ્યું હતું. ત્યાં કામ કરતા લોકોએ પાણી રોકવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. તેમણે વિચાર્યું કે થોડા સમય બાદ પાણી ઓછું થઈ જશે. પરંતુ આવું ન થયું. જમીનમાંથી એ જ ઝડપે પાણી નીકળતું રહ્યું. આ પાણી ધીમે-ધીમે તેમના ખેતરમાં ફેલાઈ ગયું. બાદમાં તેમણે ખેતરની પાળો તોડવાની શરૂ કરી. તેમણે આ અંગે પ્રશાસનને જાણ કરી હતી. થોડી જ વારમાં આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વિક્રમ સિંહ કહે છે કે સતત બહાર નીકવાના કારણે ખેતરમાં 4-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.


ચારે બાજુ પાણી જ પાણી

ચારે બાજુ પાણી જ પાણી

આ પર મોહનગઢના નાયબ મામલતદાર લલિત ચરણ ત્યાં પહોંચ્યા. પરિસ્થિતિ જોઈને તેમણે વિસ્તારના લોકોને એડવાઈઝરી જાહેર કરી. જ્યાંથી પાણી નીકળતું હોય ત્યાંથી 500 મીટરની ત્રિજ્યામાં કોઈએ ન જવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ શનિવારે દિવસભર અને રાત્રે પણ પાણી વહેતું બંધ થયું નહોતું. રવિવારે પણ દિવસભર એક જ ઝડપે અને દબાણથી પાણી વહેતું રહ્યું હતું. જેના કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયું હતું.

ત્યારબાદ સાંજે કેયર્ન વેદા ઇન્ડિયા કંપની, ONGC અને ઓઇલ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પણ વાત તેની સમજ બહાર રહી. રવિવારે પણ આખી રાત વહી ગયા બાદ સોમવારે સવારે 7:00 વાગ્યાની આસપાસ પાણી પોતાની મેળે બંધ થઈ ગયું હતું. પરંતુ દબાણમાં આટલું પાણી કેવી રીતે બહાર આવ્યું તે કોઈને સમજાયું નહીં. સોમવારે સવારે પાણી બંધ થતા વહીવટીતંત્ર અને ખેતર માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. આ પાણી અને ત્યાંની માટીના નમૂના લેવામાં આવ્યા છે. તેમની તપાસ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top