Hand Luggage On Flights: ફ્લાઇટમાં લગેજ નિયમોમાં મોટો ફેરફાર, CISFએ નિયમોને વધુ કડક બનાવ્યા

Hand Luggage On Flights: ફ્લાઇટમાં લગેજ નિયમોમાં મોટો ફેરફાર, CISFએ નિયમોને વધુ કડક બનાવ્યા

12/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

Hand Luggage On Flights: ફ્લાઇટમાં લગેજ નિયમોમાં મોટો ફેરફાર, CISFએ નિયમોને વધુ કડક બનાવ્યા

New Rules For Hand Luggage: જો તમે હવાઇ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન (BCAS)ના નવા નિયમો જાણવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. BCASએ હેન્ડ બેગેજ નિયમોમાં સુધારો કર્યો છે. જો તમને નિયમોની ખબર નથી, તો તમારે એરપોર્ટ પર દંડ ભરવો પડી શકે છે. BCASના નવા નિયમો હેઠળ હવે મુસાફરોને ફ્લાઇટની અંદર માત્ર એક હેન્ડ બેગ અથવા કેબિન બેગ લઇ જવાની છૂટ હશે. ફ્લાઇટ ડૉમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ.

એક હેન્ડ બેગ સિવાય તમામ બેગની તપાસ કરાવવી જરૂરી રહેશે. વિમાનમાં પ્રવેશતા પહેલા મુસાફરોએ સુરક્ષામાંથી પસાર થવું પડે છે. પરંતુ મુસાફરોની વધતી સંખ્યાના કારણે હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. BCAS અને એરપોર્ટ સુરક્ષા માટે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)એ હવે નિયમોને વધુ કડક બનાવ્યા છે. કડકાઇના કારણે હવે એરલાઇન્સે પણ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.


એર ઇન્ડિયાએ નવા નિયમોના અમલીકરણની પુષ્ટિ કરી

એર ઇન્ડિયાએ નવા નિયમોના અમલીકરણની પુષ્ટિ કરી

એર ઇન્ડિયાએ નવા નિયમોના અમલીકરણની પુષ્ટિ કરી છે. એરલાઇન અનુસાર, હવે પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસના મુસાફરોને વધુમાં વધુ 7 કિલો સુધીની હેન્ડ બેગ લઇ જવાની છૂટ છે. તો, બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસ મુસાફરો માટે મર્યાદા 10 કિલો રાખવામાં આવી છે. આ સિવાય બેગની સાઇઝ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. બેગેજનું કદ 40 CM (લંબાઇ), 20 CM (પહોળાઇ) અને 55 CM (ઊંચાઇ)થી વધુ ન હોવું જોઇએ.

એર ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે હેન્ડ બેગના ઓવરઓલ ડાયમેન્સન 115 સેન્ટિમીટરથી વધુ ન હોવા જોઇએ. જો ડાયમેન્સન વધુ હોવાનું જણાયું તો મુસાફરો પાસેથી વધારાની ફી વસૂલવામાં આવશે. જો કે, 2 મે 2024 અગાઉ ટિકિટ બુક કરાવનારાઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઇ છે.


જાણો ઇન્ડિગો એરલાઇન્સના નિયમો

જાણો ઇન્ડિગો એરલાઇન્સના નિયમો

ઇન્ડિગો એરલાઇન્સ અનુસાર, મુસાફરો માત્ર 7 કિલો સુધીની કેબિન બેગ લઇ શકે છે. જેના ડાયમેન્સન 115 સેન્ટિમીટરથી વધુ ન હોવા જોઇએ. ફક્ત એક વ્યક્તિગત બેગ લઇ જવાની મંજૂરી છે. જો તે લેડીઝ કે લેપટોપ બેગ હોય તો તેનું વજન 3 કિલોથી વધુ ન હોવું જોઇએ. નવા નિયમોનું પાલન ન કરવા બદલ વધારાની ફી અથવા દંડની જોગવાઇ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top