Bihar Politics: લાલુ યાદવની ઓફર પર CM નીતિશ કુમારે શું કહ્યું? હવે રાજકીય હોબાળો નિશ્ચિત!
CM Nitish Kumar: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સાથે આવવાની ઓફર આપી છે. લાલુ યાદવના આ નિવેદન બાદ બિહારના રાજકીય ગલિયારામાં ચર્ચાઓનું બજાર તેજ થઇ ગયું છે. લાલુ યાદવે એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો નીતિશ કુમાર સાથે આવે છે તો તેમનું સ્વાગત છે. અમે નીતિશ કુમારને માફ કરી દીધા છે. હવે લાલુ યાદવના આ નિવેદન પર CM નીતિશ કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
વાસ્તવમાં, લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર પત્રકારોના સવાલોના જવાબ આપતા CM નીતિશ કુમારે કહ્યું, તેઓ શું કહી રહ્યા છે છોડો ને. નીતિશ કુમારે લાલુના નિવેદન પર વધુ પ્રતિક્રિયા આપી નહોતી અને ફક્ત છોડો ને કહીને આગળ વધી ગયા. લાલુ યાદવના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અને JDUના વરિષ્ઠ નેતા લલન સિંહે કહ્યું હતું કે તેઓ શું બોલે છે, કંઇ બોલતા નથી. તેમની વાતોનો કોઇ મતલબ નથી. અમે NDAમાં છીએ.
વાસ્તવમાં લાલુ યાદવે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે નીતિશ કુમાર માટે તેમના દરવાજા ખુલ્લા છે. નીતીશ કુમારે સાથે આવે અને કામ કરે. વાસ્તવમાં, એક પ્રશ્નના જવાબમાં લાલુ યાદવે કહ્યું હતું કે, તેમના દરવાજા જનતા અને નીતિશ કુમાર દરેક માટે માટે ખુલ્લા છે. જો નીતિશ કુમાર તેમની સાથે આવવા ઇચ્છે તો તેઓ તેમનું સ્વાગત કરશે. નીતિશ કુમારે સાથે આવે અને મળીને કામ કરે, કોઇ સમસ્યા નથી. હવે ચૂંટણીના વર્ષને જોતા લાલુ પ્રસાદ યાદવનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું બની જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp