મહારાષ્ટ્રના જલગાંવમાં હોબાળો, 2 જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપીની ઘટના, જાણો શું છે મામલો
Jalgaon Clash: મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઇ જઇ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને લઇને 2 જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે જલગાંવ જિલ્લાના પાલધી ગામમાં પથ્થરમારા અને આગચંપીનો એક બનાવ બન્યો હતો.
મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઇ જઇ રહેલા વાહનના ડ્રાઇવરે હોર્ન વગાડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, ત્યારે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ ગ્રામજનો અને પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનો અને વાહનોને આગને હવાલે કરી દીધી હતી. જલગાંવના ઘણા વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે લગભગ 25 લોકો સામે કેસ નોંધ્યો છે અને લગભગ 10 લોકોની અટકાયત કરી છે.
જલગાંવના ASP કવિતા નેરકરે જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે 6:00 વાગ્યા સુધી ગામમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. ધારણ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના પર્દા ગામમાં મંગળવારે રાત્રે 2 જૂથો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં કેટલીક દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. તેથી, અમે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યા છે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આંતરિક વિવાદને કારણે આ ઘટના બની, 20-25 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અપીલ છે કે ગ્રામજનો કાયદાની વિરુદ્ધ ન જાય અને શાંતિ જાળવી રાખે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp