શ્રદ્વાળુઓને લઈને મહાકુંભમાં જતી બસમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Bus Fire In Vrindavan Claims Life Of Maha Kumbh Pilgrim: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ લાગનાર પૂર્ણ મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો છે. તે 26 ફેબ્રુઆરી સુધી કુલ 45 દિવસ ચાલશે. આજે, બુધવાર, 15 જાન્યુઆરીના રોજ, સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ડૂબકી લગાવવા માટે આવવા લાગ્યા છે. હવે શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે, જે દિવસે અખાડાઓ એક બાદ એક સ્નાન કરશે. ત્યારબાદ ભક્તો ગંગામાં ધાર્મિક ડૂબકી લગાવશે. પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારમાં પહોંચવા માટે 350 શટલ બસો ચલાવવામાં આવી છે. આ દરમિયાન શ્રદ્વાળુંઓને લઇને જતી એક બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.
મથુરા-વૃંદાવનથી મહાકુંભમાં અમૃત સ્નાન કરવા જતા યાત્રીઓની બસમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. આ બસમાં 50 યાત્રાળુઓ સવાર હતા. મળતી માહિતી મુજબ, આ બસ તેલંગાણાથી યાત્રાળુઓને લઈને પ્રયાગરાજ જઇ રહી હતી, ટૂરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર વૃંદાવનમાં પાર્ક કરવામાં આવી હતી. વૃંદાવન પહોંચવા અગાઉ, કેટલાક યાત્રાળુઓ મંદિરોના દર્શન માટે બસમાંથી ઉતર્યા હતા, જ્યારે કેટલાક યાત્રાળુઓ ભોજન તૈયાર કરવા માટે બસમાં જ રહી ગયા. થોડા સમય બાદ, આ ઘટના બની અને બસ આગના ગોળામાં ફેરવાઇ ગઇ હતી. જેના કારણે, બસ સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં, એક વૃદ્ધ મુસાફરનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેલંગાણાથી યાત્રાળુઓનું એક ગ્રુપ, મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે આ બસમાં મુસાફરી કરી રહ્યું હતું. હવે, આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
હવે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાના રોજ થશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. છેલ્લા બે દિવસમાં અત્યાર સુધીમાં 5 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભનું આયોજન દર 12 વર્ષે એકવાર થાય છે. કુંભ મેળાનું આયોજન હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં થાય છે.
महाकुम्भ के पहले अमृत स्नान पर संगम तट पर दिखी सनातन संस्कृति की भव्यता। करोड़ों श्रद्धालुओं ने त्रिवेणी में अमृत स्नान कर पुण्य लाभ कमाया और मां गंगा का आशीर्वाद लिया।#एकता_का_महाकुम्भ #महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/KRlC66cVTh — Mahakumbh (@MahaKumbh_2025) January 15, 2025
महाकुम्भ के पहले अमृत स्नान पर संगम तट पर दिखी सनातन संस्कृति की भव्यता। करोड़ों श्रद्धालुओं ने त्रिवेणी में अमृत स्नान कर पुण्य लाभ कमाया और मां गंगा का आशीर्वाद लिया।#एकता_का_महाकुम्भ #महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/KRlC66cVTh
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp