Gujarat: બોલો! ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો, મોત; જુઓ વીડિયો

Gujarat: બોલો! ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો, મોત; જુઓ વીડિયો

01/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: બોલો! ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો, મોત; જુઓ વીડિયો

Heart Attack: ગુજરાત સહિત આખા દેશમાં હાર્ટ એટેકના કિસ્સા વધતા જઈ રહ્યા છે. અબાલ-વૃદ્વો સૌને હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે. થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રમાં ક્રિકેટ રમતા રમતા એક યુવકનું મોત થઇ ગયું હતું. એવા તો ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે જેમાં હાર્ટ એટેકના કારણે મોત થયા હોય. રામાયણનું નાટક ભજવતા ભજવતા પણ મોત થવાનું મોત થવાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે, પરંતુ વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં એક ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવતા મોત થયું છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


પોલીસે CCTV મેળવી તપાસ હાથ ધરી

પોલીસે CCTV મેળવી તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર, અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી 8 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થઇ જતા હાહાકાર મચી ગયો હતો. તે સવારે 7:00 વાગ્યે રિક્ષામાં શાળાએ પહોંચી હતી. ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પગથિયા ચડતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તે ત્યાં જ ઢળી પડી હતી. આ ઘટનાની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક શાળાના શિક્ષકો દ્વ્રારા ઝાયડસ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં હૉસ્પિટલના ફરજ બજાવી રહેલા ડૉક્ટરે વિદ્યાર્થિનિને મૃત જાહેર કરી દીધી હતી.  પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઇ હતી. તેણે શાળાએ પહોંચી CCTV મેળવી તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top