આ દેશના PMને પદ પરથી હટાવવા માટે એલોન મસ્કે યોજી સીક્રેટ મીટિંગ! રિપોર્ટમાં મોટો ખુલાસો

આ દેશના PMને પદ પરથી હટાવવા માટે એલોન મસ્કે યોજી સીક્રેટ મીટિંગ! રિપોર્ટમાં મોટો ખુલાસો

01/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશના PMને પદ પરથી હટાવવા માટે એલોન મસ્કે યોજી સીક્રેટ મીટિંગ! રિપોર્ટમાં મોટો ખુલાસો

Elon Musk: ટેસ્લાના CEO અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્ક હવે બ્રિટિશ રાજકારણમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, મસ્કે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરને પદ પરથી હટાવવા માટે પોતાના સાથીદારો સાથે ગુપ્ત ચર્ચાઓ કરી છે. એલોન મસ્કે જાહેરમાં કીર સ્ટાર્મરને ઘણી વખત રાજીનામું આપવા હાકલ કરી છે. સ્ટાર્મર પર મસ્કના હુમલાનું કારણ એક પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ છે, જેની બાબતે પર મસ્કનો દાવો છે કે, જ્યારે સ્ટાર્મર ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યૂશન હતા, ત્યારે યોગ્ય પગલાં લીધા નહોતા. મસ્કનો આરોપ છે કે વર્ષ 2008 અને વર્ષ 2013ની વચ્ચે, સ્ટાર્મર શ્વેત છોકરીઓ પર બળાત્કાર કરનાર પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ પર કેસ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.


એલોન મસ્કના આરોપોને કારણે કીર સ્ટાર્મરની મુશ્કેલીઓ વધી

એલોન મસ્કના આરોપોને કારણે કીર સ્ટાર્મરની મુશ્કેલીઓ વધી

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, એલોન મસ્કે પોતાના સહયોગીઓ સાથે મળીને બ્રિટનમાં લેબર સરકારને અસ્થિર કરવા અને અન્ય રાજકીય આંદોલનો માટે સમર્થન મેળવવાની યોજના બનાવી છે. મસ્કનું માનવું છે કે પશ્ચિમી સભ્યતા જોખમમાં છે, અને તેના માટે તેઓ વર્તમાન બ્રિટિશ સરકારને દોષી ઠેરવે છે. એલોન મસ્કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારને ટેકો આપ્યો હતો અને હવે તેઓ બ્રિટિશ રાજકારણમાં પણ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્કનું માનવું છે કે તેમની મદદથી સત્તા પરિવર્તન શક્ય છે, જેમ કે તેમણે અમેરિકામાં ટ્રમ્પની જીત સાથે સાબિત કર્યું છે.

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર આ દિવસોમાં બેકફૂટ પર છે. આનું કારણ એલોન મસ્ક દ્વારા લગાવવામાં આવેલા આરોપો છે. મસ્કના આરોપો બાદ, વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ ઉત્તર ઇંગ્લેન્ડમાં બાળકો સામે દાયકાઓ જૂના જાતિય ગુનાઓની નવી રાષ્ટ્રીય તપાસની માગ કરી છે. મસ્કનો દાવો છે કે સ્ટાર્મરે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગના કેસોમાં યોગ્ય પગલાં લીધા નહોતા.


પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગનો મુદ્દો

પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગનો મુદ્દો

પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ તરીકે ઓળખાતી આ ગેંગ ઉત્તરી ઇંગ્લેન્ડના શહેરોમાં સક્રિય છે. તેમના પર શ્વેત બ્રિટિશ છોકરીઓને પ્રેમ સંબંધોમાં ફસાવવા, તેમનું જાતીય શોષણ કરવા, તેમને ડ્રગ્સના વ્યસની બનાવવા અને તેમનું જીવન બરબાદ કરવાનો આરોપ છે. આ ગેંગના મોટાભાગના સભ્યો પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાય છે. એલોન મસ્કના આરોપો બાદ, કન્ઝર્વેટિવ પાર્ટીએ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે બાળકો સામેના જાતિય ગુનાઓના કેસોને ગંભીરતાથી લેવા જોઈએ અને તેના માટે નવી રાષ્ટ્રીય તપાસની જરૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top