પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ધી એન્ડ.., મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડનું મોત
Abdul Rehman Makki Dies: પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ધી એન્ડ થઇ ગયો છે. ભારતના મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર આતંકવાદી અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો નાયબ અમીર અબ્દુલ રહેમાન મક્કીનું લાહોરમાં હાર્ટએટેકથી મોત થઇ ગયું છે. પાકિસ્તાનમાં ગયા વર્ષે તે રહસ્યમય રીતે ગાયબ થઇ ગયો હતો. મક્કી 26/11ના મુંબઇ હુમલા અને લાલ કિલ્લા પરના હુમલા સહિત અનેક મોટી આતંકવાદી ઘટનાઓમાં વૉન્ટેડ આતંકવાદી હતો.
અબ્દુલ રહેમાન મક્કીનું લાહોરની હૉસ્પિટલમાં મોત થઇ થયું. મક્કી ગયા વર્ષે 2023માં પાકિસ્તાનમાં રહસ્યમય રીતે ગાયબ થઇ ગયો હતો અને ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સત્ય એ હતું કે વર્ષ 2023માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા બાદ પાકિસ્તાને તેને છુપાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન મક્કીને એક જગ્યાએથી બીજી જગ્યાએ છુપાવીને રાખતું હતું. હવે હૉસ્પિટલમાં તેનું હાર્ટએટેકથી મોત થઇ ગયું.
અબ્દુલ રહેમાન મક્કી માત્ર કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો નાયબ અમીર તો હજો જ, પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના રાજકીય સંગઠન જમાત-ઉત-દાવાના સેકન્ડ ઇન કમાન્ડર પણ હતો. તે ભારતના અન્ય મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઇદનો પિતરાઇ ભાઇ અને સાળો પણ છે.
વર્ષ 2023માં યુનાઇટેડ નેશન્સ કમિટીએ 7 આતંકી હુમલાઓનો સંદર્ભ આપતા તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. જેમાં વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલો હુમલો, વર્ષ 2008માં રામપુરનો હુમલો, વર્ષ 2008માં મુંબઇમાં 26/11નો હુમલો અને વર્ષ 2018માં ગુરેઝમાં થયેલા હુમલાને સામેલ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે જૂન 2022માં ચીને અમેરિકા અને ભારતના આ પ્રસ્તાવ પર 'ટેક્નિકલ' પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વર્ષ 2023માં આ પ્રતિબંધ પણ હટાવવો પડ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર કમિટીએ આ નિર્ણય સાથે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે અબ્દુલ રહેમાન મક્કી સહિત લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના ઉગ્રવાદીઓ ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ફંડિંગ કરે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરીને ચરમપંથી બનાવે છે અને તેમને હુમલાની યોજનામાં સામેલ કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp