Pakistan: RAWથી ડર્યું છે પાકિસ્તાન, મુમતાઝ ઝહરા બલોચ બોલ્યા- 'ભારત...'
Mumtaz Zahra Baloch: પાકિસ્તાન ભારતની જાસૂસી સંસ્થા RAWથી ડર્યું છે. અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલના સંદર્ભે તેણે ભારત પર કથિત રીતે દેશની બહાર આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ઈસ્લામાબાદમાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "ભારતની (આતંકવાદીઓની) હત્યાઓ અને અપહરણ અભિયાન પાકિસ્તાનની બહાર પણ ફેલાઇ ગયું છે. આ નેટવર્કથી પાકિસ્તાન એકલું જ પ્રભાવિત નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર તેણે ચિંતાઓ ઉત્પન્ન કરી છે."
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ભારત પર ઘણા આરોપો લગાવ્યા હતા. તાજેતરમાં જ પોતાના અહેવાલમાં અખબારે ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર પાકિસ્તાનની અંદર સતત હત્યાઓ કરવાનો આરોપ લગાવ્યો હતો. અખબારે કહ્યું હતું કે ભારત વર્ષ 2021થી આવું કરી રહ્યું છે. વૉશિંગ્ટન પોસ્ટ ઉપરાંત બ્રિટિશ મીડિયા આઉટલેટ ધ ગાર્ડિયને પણ આવો જ દાવો કર્યો છે. અખબારે દાવો કર્યો હતો કે ભારતે વિદેશમાં રહેતા 20 આતંકવાદીઓને મારી નાખવાની યોજના બનાવી હતી. ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. અખબારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય વડાપ્રધાન મોદીને આ યોજનાની જાણ હતી. હવે પાકિસ્તાને આ દાવાના આધારે પ્રતિક્રિયા આપી છે.
જે પાકિસ્તાન આ વખતે અમેરિકન રિપોર્ટના સંદર્ભ આપીને ભારત પર આરોપ લગાવી રહ્યું છે તે જ પાકિસ્તાને અમેરિકન રિપોર્ટને ફગાવી દીધો હતો, જેમાં અમેરિકાએ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ધાંધલી પર સવાલ ઉઠાવ્યા હતા. તો મુમતાઝ ઝહરા બલોચ અમેરિકા પર ગુસ્સે થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન રચનાત્મક વાતચીત અને ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે. અમેરિકાનો આ પ્રસ્તાવ ન તો રચનાત્મક છે કે ન તો ઉદ્દેશ્યપૂર્ણ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp