તિરુપતિ મંદિરમાં ફરી અકસ્માત, લડ્ડુ કાઉન્ટર પાસે લાગી આગ, ભારે ભીડ ઊમટી હતી

તિરુપતિ મંદિરમાં ફરી અકસ્માત, લડ્ડુ કાઉન્ટર પાસે લાગી આગ, ભારે ભીડ ઊમટી હતી

01/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

તિરુપતિ મંદિરમાં ફરી અકસ્માત, લડ્ડુ કાઉન્ટર પાસે લાગી આગ, ભારે ભીડ ઊમટી હતી

Tirupati Fire: તિરુપતિ મંદિરમાં થોડા દિવસોની અંદર ફરીથી અકસ્માત થયો છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ મંદિરમાં સોમવારે લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી ગઈ. આ આગ એ સમયે લાગી, જ્યારે કાઉન્ટર પાસે મોટા પ્રમાણમાં ભીડ હાજર હતી. અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. હાલમાં પ્રશાસન દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડની મદદથી તેજીથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ દરમિયાન થઇ. આ અવસર પર દેશભરમાંથી હજારો લોકો ત્યાં પહોચ્યા છે.


8 જાન્યુઆરીના રોજ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી

8 જાન્યુઆરીના રોજ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી

મંદિરમાં આ ઘટના એ સમયે થઇ છે, જ્યારે 8 જાન્યુઆરીના રોજ થયેલા અકસ્માતને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8 જાન્યુઆરીના રોજ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. અફરાતફરીવાળી ઘટના વૈરાગી પટ્ટદા પાસે થઇ હતી. જે તિરુપતિમાં MGM સ્કુલ પાસે આવેલ છે. શ્રદ્વાળું વૈકુંઠ દ્વાર દર્શનમ માટે ટિકિટ લેવા જતા હતા અને તેની ઉતાવળના કારણે આ અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ જ મંદિરમાં ખૂબ જ કડકાઈ રાખવામાં આવી રહી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ છતા આ પ્રકારના અકસ્માત થવા ચિંતાનું કારણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top