મુસ્લિમ વહુધા વસ્તીમાં 46 વર્ષથી કબજા હેઠળ હતું મંદિર, હવે ખોલાયું
Lord Shiva temple in Sambhal: સંભલની શાહી જામા મસ્જિદના સર્વેને લઈને થયેલી હિંસા બાદ યોગી સરકારે કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન અહીંના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં એક મંદિર બંધ હાલતમાં મળી આવ્યું છે. આ મંદિર પર 48 વર્ષ સુધી કબજો હતો. આ મંદિરમાં હનુમાન, શિવલિંગ, નંદી અને કાર્તિકેયની મૂર્તિઓ પણ મળી આવી છે. હવે પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બુલડોઝર ચાલી ગયો છે. આ બંદીવાન મંદિરને તેના કબજામાંથી છોડાવવામાં આવી રહ્યું છે.
દીપસરાઈમાં જોવા મળતું આ મંદિર ઘણા સમય અગાઉ જ બંધ થઈ ગયું હતું. તે 1978 બાદ બંધ કરીને કબજો લેવામાં આવ્યો હતો. મંદિર પાસે એક કૂવો અને પીપળાનું ઝાડ હતું. 1978ના રમખાણો બાદ, સ્થાનિક હિંદુઓએ આ મંદિર છોડી દીધું, ત્યારબાદ તેને કબજે કરી લેવામાં આવ્યું.
સંભલના SDM વંદના સિંહે જણાવ્યું કે, આજે સવારે જ્યારે વીજળી ચોરી વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે ટીમ આ સ્થળે પહોંચી હતી. આ મંદિર અહીં જોવા મળ્યું હતું. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટને આ અંગે જાણ કરવામાં આવી હતી. અહીં પહોંચ્યા બાદ તાળાઓ ખોલવામાં આવ્યા હતા. મંદિરની અંદર મૂર્તિઓ બંધ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મંદિર 1978થી કબજા હેઠળ હતું.
અહીં પણ એક કૂવો હતો, જે ભરાઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યાં એક પીપળાનું ઝાડ પણ હતું, જે કાપવામાં આવ્યું હતું. અમે દબાણ સામે પણ કાર્યવાહી કરીશું. સંભલના DM રાજેન્દ્ર પેન્સિયા, CO પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંદિર કબજામાંથી મુક્ત થવા પર સ્થાનિક હિન્દુ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp