પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો! બસ-ટ્રકમાં જઈ રહેલા લોકોને જાતિ પૂછી પૂછીને ગોળી મા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો! બસ-ટ્રકમાં જઈ રહેલા લોકોને જાતિ પૂછી પૂછીને ગોળી મારી દેવાઈ!

08/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો! બસ-ટ્રકમાં જઈ રહેલા લોકોને જાતિ પૂછી પૂછીને ગોળી મા

Balochistan Attack: પડોશી દેશ પાકિસ્તાનથી ફરી એક વાર મોટા આતંકી હુમલાના સમાચારો આવી રહ્યા છે. પાકિસ્તાનના રાજકારણમાં પન્જાબીઓનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. વળી પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતને જ વધુ મહત્વ આપતું રહ્યું છે. ખાસ કરીને બલુચિસ્તાન જેવા સરહદી રાજ્યોમાં વસ્તી પ્રજા પાકિસ્તાન સરકારની અન્યાયી અને બેવડી નીતિઓને કારણે હવે શસ્ત્રો હાથમાં લેવા માંડી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાની સરકાર અને બલૂચિસ્તાનમાં વસ્તી પ્રજા વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો છે.


બલૂચિસ્તાનમાં 23ની હત્યા!

બલૂચિસ્તાનમાં 23ની હત્યા!

જાણવા મળતી માહિતી મુજબ પાકિસ્તાનના બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં ખુલ્લેઆમ મોતનો ખેલ ખેલાયો હતો. જ્યાં કેટલાક સશસ્ત્ર લોકોએ ટ્રક અને બસમાં મુસાફરી કરી રહેલા લોકોને અધવચ્ચે અટકાવીને નીચે ઉતાર્યા હતા. આ લોકોની ઓળખ પાકી કર્યા બાદ ગોળીઓ વરસાવીને આ તમામની હત્યા કરી નાખવામાં આવી હતી! આ હિચકારા હુમલામાં ઓછામાં ઓછા 23 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હુમલાની સ્ટાઈલ જોતા એવું લાગી રહ્યું છે કે વંશીય કટ્ટરવાદીઓએ આ આતંકી હુમલો કર્યો હતો,જેમાં ભોગ બનનારાઓની જાતિ પૂછીને એમને મારવામાં આવ્યા હતા.

પાકિસ્તાન સરકારના પ્રવક્તા અઝમા બુખારીએ કહ્યું કે મુસાખેલ હુમલો પંજાબના લોકોને નિશાન બનાવતા સમાન હુમલાના લગભગ ચાર મહિના પછી થયો છે. એપ્રિલની શરૂઆતમાં, નોશકી નજીક બસમાંથી નવ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને તેમના આઈડી કાર્ડની તપાસ કર્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


અગાઉ પણ આવા વંશીય હુમલાઓ થઇ ચૂક્યા છે

અગાઉ પણ આવા વંશીય હુમલાઓ થઇ ચૂક્યા છે

મુસાખેલના આસિસ્ટન્ટ કમિશનર નજીબ કાકરે જણાવ્યું હતું કે સશસ્ત્ર લોકોએ માત્ર લોકો પર ગોળીબાર કર્યો ન હતો પરંતુ 10 વાહનોને પણ આગ લગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કરી દીધું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અગાઉ એપ્રિલમાં પણ આવા જ કેટલાક લોકોને ગોળી મારવામાં આવી હતી. એપ્રિલ પહેલા, ગયા વર્ષે ઓક્ટોબરમાં, બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં પંજાબના છ મજૂરોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ તમામ હત્યાઓ નિશાન બનાવીને કરવામાં આવી હતી. મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના અલગ-અલગ વિસ્તારના હતા, જે દર્શાવે છે કે તેમની વંશીય પૃષ્ઠભૂમિને કારણે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય વર્ષ 2015માં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે સશસ્ત્ર લોકોએ 20 મજૂરોની હત્યા કરી નાખી હતી. આ લોકો પંજાબના રહેવાસી પણ હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top