ખોટા આરોપમાં ભોગવી 10 વર્ષ જેલની સજા, 419 કરોડનું વળતર મળ્યું

ખોટા આરોપમાં ભોગવી 10 વર્ષ જેલની સજા, 419 કરોડનું વળતર મળ્યું

09/12/2024 World

SidhiKhabar

SidhiKhabar

ખોટા આરોપમાં ભોગવી 10 વર્ષ જેલની સજા, 419 કરોડનું વળતર મળ્યું

અમેરિકામાં, એક વ્યક્તિને ખોટી રીતે હત્યાનો દોષી ઠેરવવ્યા બાદ તેને 50 મિલિયન ડૉલર (419 કરોડ રૂપિયા)નું વળતર આપવામાં આવ્યું છે. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રકારની સૌથી મોટી ચુકવણી છે. માર્સેલ બ્રાઉન નામના વ્યક્તિને આ વળતર ખોટા આરોપમાં 10 વર્ષની જેલની સજા ભોગવવાના બદલામાં આપવામાં આવ્યું છે. હત્યાના કેસમાં શિકાગોના રહેવાસી 34 વર્ષીય માર્સેલ બ્રાઉનની 2008માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 19 વર્ષીય યુવકના ગોળી મારીને હત્યા કરવામાં સહયોગી હોવાનો આરોપ હતો. ત્યારબાદ તેને આ કેસમાં 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.


નિર્દોષ હોવા છતાં 10 વર્ષ જેલમાં વિતાવ્યા!

નિર્દોષ હોવા છતાં 10 વર્ષ જેલમાં વિતાવ્યા!

બ્રાઉને 2018માં છૂટવા પહેલા 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેના વકીલોએ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા કે પોલીસે બ્રાઉન પાસે ખોટી રીતે કબૂલનામૂ લીધું હતું. કોર્ટે પુરાવાના આધારે બ્રાઉનની સજા નકારી દીધી હતી. સોમવારે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્યુરીએ બ્રાઉનને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તપાસમાં જાણવા મળ્યું કે પોલીસે માર્સેલ બ્રાઉન વિરુદ્ધ ખોટા પુરાવા બનાવ્યા અને તેને કબૂલાત કરવા દબાણ કર્યું હતું. પોલીસ અધિકારીઓ પર આરોપ છે કે તેમણે ધરપકડ બાદ બ્રાઉનને તેની માતા અને વકીલને મળવા દીધો નહોતો.


ટોર્ચર કરીને પોલીસે લીધું હતું નિવેદન

ટોર્ચર કરીને પોલીસે લીધું હતું નિવેદન

અમેરિકન લો ફર્મ લોવી એન્ડ લોવીએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ બ્રાઉનને ગુનો કબૂલાવવા માટે ટોર્ચર કર્યો હતો. પોલીસે બ્રાઉનને 30 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ રૂમમાં બંધ રાખ્યો હતો અને તેને ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતું. મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીઓએ બ્રાઉનને ફોન કોલ પર કોઈની સાથે વાત કરવા દીધો નહોતો અને તેને ઊંઘવા પણ દીધો નહોતો. પોલીસે બ્રાઉનને ધમકી આપી હતી કે જો તેણે ગૂનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો તો તેને લાંબી જેલની સજા થશે. ત્યારબાદ માર્સેલ બ્રાઉને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. ચૂકાદા બાદ બ્રાઉને કોર્ટની બહાર એક નિવેદનમાં કહ્યું, 'મને અને મારા પરિવારને આખરે ન્યાય મળી ગયો.'


બ્રાઉનને રૂ. 419 કરોડનું વળતર

બ્રાઉનને વળતર તરીકે આપવામાં આવેલી આ રકમમાંથી 10 મિલિયન ડોલર (આશરે રૂ. 84 કરોડ) તેની ધરપકડ અને સજા વચ્ચે વેડફાયેલા સમય માટે આપવામાં આવ્યા છે અને બાકીની રકમ (લગભગ રૂ. 335 કરોડ) જેલમાં વિતાવેલા સમય માટે આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top