મોહમ્મદ યુનુસે ભારત સામે રાખી દીધી નવી શરત, સારા સંબંધો બનાવવા હોય તો આ કામ કરવું પડશે
શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ ભારત અને બાંગ્લાદેશમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. ભારત સતત હિંદુઓના મુદ્દા પર બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર સતત દબાણ બનાવી રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે તાજેતરના સમયમાં ઘણા ભારત વિરોધી નિવેદનોને હવા આપી છે.
નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ભારત સાથે સારા સંબંધો બનાવવા માટે શરત રાખી છે. મોહમ્મદ યુનુસનું કહેવું છે કે બાંગ્લાદેશ ભારત સાથે નિષ્પક્ષતા અને સમાનતાના આધારે સારા સંબંધો ઈચ્છે છે. એક સંબોધનમાં મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારત સહિત અન્ય પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. પરંતુ આ સંબંધો નિષ્પક્ષતા અને સમાનતાના આધારે હોવા જોઈએ.
મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે દુનિયા બાંગ્લાદેશને સન્માનિત લોકશાહી તરીકે ઓળખે. એવું જ અમે ઇચ્છીએ છીએ. પ્રાદેશિક સહયોગને વધારવા માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ને પુનર્જીવિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. પૂરના મુદ્દા પર પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત પણ ચાલી રહી છે. મોહમ્મદ યુનુસનું કહેવું છે કે ભારતે એ વિચાર છોડવો પડશે કે શેખ હસીનાની ગેરહાજરીમાં બાંગ્લાદેશ બીજું અફઘાનિસ્તાન બની જશે. અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ શેખ હસીનાની ભારતથી રાજકીય ટિપ્પણી કરવી એક અમિત્રવત ચેષ્ટા છે. શેખ હસીનાએ પ્રત્યાર્પણના અનુરોધુ સુધી મૌન રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, 5 ઑગસ્ટે હિંસા વચ્ચે શેખ હસીનાએ દેશ અને વડાપ્રધાન પદ બંને છોડી દીધા હતા. ત્યારબાદ 8 ઑગસ્ટે મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp