પાકિસ્તાની સરકાર સંસદભવન માટે 12 લાખના ખર્ચે બિલાડીઓ ખરીદશે! કારણ જાણશો તો હસી હસીને પેટ દુખશે

પાકિસ્તાની સરકાર સંસદભવન માટે 12 લાખના ખર્ચે બિલાડીઓ ખરીદશે! કારણ જાણશો તો હસી હસીને પેટ દુખશે

08/21/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાની સરકાર સંસદભવન માટે 12 લાખના ખર્ચે બિલાડીઓ ખરીદશે! કારણ જાણશો તો હસી હસીને પેટ દુખશે

Pakistan: આપણો પડોશી દેશ જેટલો શેતાની પ્રવૃત્તિઓમાં રત રહે છે, એટલા જ ગતકડા પણ કરતો રહે છે. થોડા સમય અગાઉ ભયંકર આર્થિક માંડી અને નાણાભીડથી પીડાઈ રહેલા આપના પડોશી દેશે ગધેડાઓ વેચવા કાઢ્યા હતા. જેથી સરકારને બીજા દેશોને પાકિસ્તાની ગધેડા વેચીને થોડી આવક મેળવી શકે. હવે ગધેડા વેચ્યા બાદ પાકિસ્તાની સરકારે બીલ્લીઓ ખરીદવાનો નિર્ણય લીધો છે! આ બીલ્લીઓ ખાસ કરીને પાકિસ્તાની સંસદ ભવન માટે ખરીદવામાં આવશે. એની પાછળનું કારણ જાણશો તો તમારા મનમાં તરત જ કાર્ટુન નેટવર્કનો પેલો વિખ્યાત ‘ટોમ એન્ડ જેરી શો’ ચાલુ થઇ જશે!


ઉંદરો પાક. સંસદનું કામકાજ ખોરવી રહ્યા છે, અનેક દસ્તાવેજો કતરી ખાધા છે!

ઉંદરો પાક. સંસદનું કામકાજ ખોરવી રહ્યા છે, અનેક દસ્તાવેજો કતરી ખાધા છે!

પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો પાસે ખાવાના પૈસા નથી, સરકાર દેવા હેઠળ દબાઈ રહી છે. હવે પાકિસ્તાન સરકાર સામે વધુ એક મુશ્કેલી આવી છે. પાકિસ્તાની સંસદમાં ઉંદરના આતંકે બધાને પરેશાન કરી દીધા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, સરકારે એક અનોખું પગલું ભર્યું છે, તે સંસદમાં ઉંદરોને મારવા માટે બિલાડીઓને નિયુક્ત કરવા જઈ રહી છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ આ યોજના માટે 1.2 મિલિયન રૂપિયા એટલે કે 12 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. યોજના હેઠળ સંસદ સંકુલમાં કેટલીક ખાસ પ્રશિક્ષિત બિલાડીઓને રાખવામાં આવશે, જે ઉંદરોને પકડીને મારી નાખશે. સંસદમાં ઉંદરોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે તેઓ સંસદના કામકાજને ખોરવવામાં વ્યસ્ત છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. ઉંદરોએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોને પણ નુકસાન પહોંચાડ્યું છે.


બિલાડીઓને તાલીમ અપાશે

બિલાડીઓને તાલીમ અપાશે

અધિકારીઓનું કહેવું છે કે "બિલાડીઓને નોકરી આપવાથી માત્ર ઉંદરની સમસ્યા જ નહીં પરંતુ કુદરતી અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ પણ હશે. બિલાડીઓને ઉંદર મારવાની તાલીમ આપવામાં આવશે અને સંસદ સંકુલમાં રાખવામાં આવશે. આ યોજના કેટલાક લોકોને મજાક સમી લાગે છે, પરંતુ તે ગંભીર સમસ્યાનો ઉકેલ છે."

પાકિસ્તાનની સંસદમાં અગાઉ પણ ઉંદરોની સમસ્યા હતી, પરંતુ હવે તે એટલી વધી ગઈ છે કે તેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે. બિલાડીઓની ભરતી કરવાની યોજના ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે. અધિકારીઓનું કહેવું છે કે ઉંદરની સમસ્યાનો સામનો કરવા માટે આ ખર્ચ એક અસરકારક ખર્ચ તરીકે સાબિત થઈ શકે છે.

મહત્વનું છે કે પાકિસ્તાનની સંસદમાં ઉંદરના ત્રાસના કારણે સરકારનો આ ખર્ચો અધિકારીઓ બરોબર ગણાવ્યો છે, જેના કારણે પાકિસ્તાનના સંસદના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ બચાવી શકાશે, અને બિલાડીઓ દરેક ઉંદરને મારવામાં સફળ રહે તે માટે બિલાડીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top