ફ્લોર પર ધસેડી, હેંગરથી મારી..., આ દેશની હૉટલમાં એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર હુમલો

ફ્લોર પર ધસેડી, હેંગરથી મારી..., આ દેશની હૉટલમાં એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર હુમલો

08/18/2024 World

SidhiKhabar

SidhiKhabar

ફ્લોર પર ધસેડી, હેંગરથી મારી..., આ દેશની હૉટલમાં એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર હુમલો

લંડનથી એક મોટી ઘટના સામે આવી છે. હીથ્રો એકની રેડિસન રેડ હૉટલમાં રાત્રે એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર કોઈએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. તેને તાત્કાલિક હૉસ્પિટલમાંથી લઈ જવામાં આવી. ઘટના બાદ હુમલો કરનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પકડીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી.


હુમલામાં ક્રૂ મેમ્બર માઠી રીતે ઇજાગ્રસ્ત

હુમલામાં ક્રૂ મેમ્બર માઠી રીતે ઇજાગ્રસ્ત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના હીથ્રોની રેડિસન હૉટેલમાં મોડી રાતે 1.30 વાગ્યે બની હતી. જ્યારે તે તેના રૂમમાં ઊંધી રહી હતી ત્યારે કોઈ તેના રૂમમાં ઘુસી ગયોને તેના પર હુમલો કરી દીધો. તે ચોંકીને જાગી ગઈ અને મદદ માટે જોર જોરથી બૂમો પાડવા લાગી. જ્યારે તે રૂમમાંથી દરવાજા તરફ ભાગવા લાગી ત્યારે હુમલો કરનારે કપડાના હેંગર વડે  તેના પર હુમલો કર્યો. તેને ફ્લોર પર ધસડી ગયો. આ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી.

ત્યારબાદ હુમલો કરનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટની બહાર ઉપસ્થિત લોકોએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કરી દીધો હતો. તો કેબિન ક્રૂ મેમ્બરને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે ડ્યૂટી પર પરત ફરી ન શકી. એક ક્રૂ મેમ્બર તેની સાથે રોકાઇ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરલાઈનના ક્રૂ મેમ્બરે હૉટલમાં સેફ્ટી, ડાર્ક કોરિડોર, અનનેમ્ડ રિસેપ્શન અને ડોર નોકિંગને લઇને ખટખટાવવાની ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં, ત્યારબાદ આ ઘટના બની.


આ ઘટનાથી દુઃખી એર ઈન્ડિયા

આ ઘટનાથી દુઃખી એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. અમે પોતાના સહયોગીઓ અને ટીમના સંપર્કમાં છીએ અને તેને સતત સહયોગ કરી રહ્યા છીએ. એર ઈન્ડિયા સ્થાનિક પોલીસ સાથે કાયદાકીય મુદ્દાઓ પર પણ કામ કરી રહી છે. તેમજ હૉટલ મેનેજમેન્ટનો સંપર્ક કરીને આવી ઘટનાઓ ફરી ન બને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. એરલાઈને કહ્યું કે તે પોતાના ક્રૂ મેમ્બર અને સ્ટાફ મેમ્બર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top