‘યોગીજીને ઠોકી દો..’, રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કેશવ પ્રસાદ મૌર્યને કોણે કર્યો ઇશારો

‘યોગીજીને ઠોકી દો..’, રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કેશવ પ્રસાદ મૌર્યને કોણે કર્યો ઇશારો

07/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘યોગીજીને ઠોકી દો..’, રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કેશવ પ્રસાદ મૌર્યને કોણે કર્યો ઇશારો

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર બાદ અહી ભાજપમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ઉપમુખ્યમંત્રી (કેશવ પ્રસાદ મૌર્ય)ને દિલ્હી બોલાવીને આ ઇશારો કરવામાં આવ્યો કે યોગીજીને ઠોકી દો. હવે મને ખબર નથી કે દિલ્હીમાં કોણ ઇશારો કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ મંત્રી અમિત શાહ કે જે.પી. નડ્ડા કરી રહ્યા છે, એ તો તેઓ જ જાણે. એ તેમનું ઘર છે. યોગીજી પોતાના નાયબ મુખ્યમંત્રી અને પાર્ટીને ઠોકી રહ્યા છે. હવે લાગે છે કે ભાજપમાં પરસ્પર બુલડોઝર વૉર ચાલી રહ્યું છે.


દિલ્હી માટે રવાના થશે CM અને CyCM

દિલ્હી માટે રવાના થશે CM અને CyCM

લખનૌમાં 14 જુલાઇ 2024ના રોજ ભાજપની કાર્યસમિતિની બેઠક થઇ હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશનો રાજકીય પારો ચઢ્યો છે. આ વધતી રાજકીય હલચલ વચ્ચે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક દિલ્હી માટે રવાના થવાના છે.


યોગીની બેઠકમાં ન પહોંચ્યા આ નેતા:

યોગીની બેઠકમાં ન પહોંચ્યા આ નેતા:

ઉત્તર પ્રદેશબની રાજનીતિમાં બદલાવના અનુમાન એટલે લગાવવામાં આવી રહ્યા છે કેમ કે મુખ્યમંત્રી આદિત્યનાથ રાજ્યના અલગ અલગ મંડળોના જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ બેઠકોમાં નાયબ મુખ્યમંત્રી ન પહોંચ્યા. પહેલા મુખ્યમંત્રીએ પ્રયાગરાજ મંડળમાં બેઠક કરી હતી, જેમાં કેશવ પ્રસાદ મૌર્ય પહોંચ્યા નહોતા. ત્યારબાદ મુરાદાબાદમાં થયેલી બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી ન પહોંચ્યા. યોગીએ શુક્રવારે લખનૌમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક નહોતા પહોંચ્યા. જો કે, ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ કોઇ અંગત કામથી શહેર બહાર છે એટલે મીટિંગમાં ન પહોંચ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top