"જબ શિકારી ખુદ યહાં શિકાર હો ગયા..." સિંહણે શિકાર તો કરતા કરી નાખ્યો, પણ પછી કંઈક એવું થયું કે

"જબ શિકારી ખુદ યહાં શિકાર હો ગયા..." સિંહણે શિકાર તો કરતા કરી નાખ્યો, પણ પછી કંઈક એવું થયું કે ખુંખાર સિંહણ ખુદ...

07/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ અને સિંહ પરિવાર આજુબાજુના ગામોમાં આવી ચડે છે. શિકારની શોધમાં આવી ચડેલા આ રાની પશુઓ ગામમાં માલઢોરનો શિકાર કરી જતા હોય છે. લોકોમાં પણ આ વાતે ખુબ ફફડાટ રહે છે. ખાસ કરીને અંતરીયાળ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત-મજુરોને અવાર-નવાર આ રાની પશુઓનો ભેટો થઈ જતો હોય છે. દુનિયા માટે દુર્લભ એવું આ પ્રાણી પોતે મુશ્કેલીમાં પડે ત્યારે વન સંરક્ષક વિભાગ અને સ્થાનિક લોકો એને મદદ કરે છે.


શું હતી આખી ઘટના?

શું હતી આખી ઘટના?

વાત છે અમરેલીના જસાધાર ગામની. ગત રાત્રિના સુમારે ગામની માલણ નદીના કાંઠે  શિકાર કરવા જતા એક સિંહણ શિકાર સાથે કૂવામાં ખાબકી હતી. જેમા પશુનું તો મોત થયુ. પણ સિંહણ સહી સલામત હતી. કૂવામાંથી સિંહણનો અવાજ આવતા ગામલોકોએ તેના રેસક્યુની કામગીરી હાથ ધરી હતી.


ચાલુ વરસાદમાં જીવના જોખમે વનવિભાગ અને ગ્રામલોકોએ સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું.

ચાલુ વરસાદમાં જીવના જોખમે વનવિભાગ અને ગ્રામલોકોએ સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું.

ગામલોકોએ વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ગીર પૂર્વ વનવિભાગની રેસક્યુ ટીમ દોડી આવી હતી અને ચાલુ વરસાદે સિંહણનુ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. વનવિભાગના કર્મચારીઓએ ચાલુ વરસાદે જીવના જોખમે સિંહણને કૂવામાંથી બહાર કાઢી હતી અને મૃત પશુને પણ કૂવામાંથી બહાર કાઢ્યુ હતુ. રેસ્કયુ બાદ સિંહણને સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top