Bank holidays in August: નહ્ત્વના કામ બાકી રાખશો તો પસ્તાશો! ઓગસ્ટમાં આટલા બધા ‘બેંક હોલીડે’ આવ

Bank holidays in August: નહ્ત્વના કામ બાકી રાખશો તો પસ્તાશો! ઓગસ્ટમાં આટલા બધા ‘બેંક હોલીડે’ આવશે, બેન્કો બંધ રહેશે!

07/26/2024 Business

SidhiKhabar

SidhiKhabar

Bank holidays in August: નહ્ત્વના કામ બાકી રાખશો તો પસ્તાશો! ઓગસ્ટમાં આટલા બધા ‘બેંક હોલીડે’ આવ

Bank holidays in August: જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે, જ્યારે રક્ષાબંધન (Raksha Bandhan), જન્માષ્ટમી (Janmashtami)  જેવા મોટા તહેવારોને કારણે બેન્કોમાં ઘણી રજાઓ (Bank Holiday In August)  આવવાની છે.RBI ની વેબસાઈટ મુજબ ઓગસ્ટ મહિનામાં બેન્કો 13 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેન્ક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું ફાયદાકારક રહેશે.


ઓગસ્ટમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારો આવશે

ઓગસ્ટમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારો આવશે

ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કામ માટે ઘરેથી નીકળતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નું બેન્ક હોલિડે લિસ્ટ જોઇ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેન્કો બંધ રહેવાની છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. ઓગસ્ટમાં આવતી 13 બેન્ક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં કયા દિવસે બેન્ક્સ બંધ રહેશે?

ગુજરાતમાં કયા દિવસે બેન્ક્સ બંધ રહેશે?

આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર બેન્ક રજાઓ અંગેની યાદી અપલોડ કરવામાં આવી છે. તે સરળતાથી ઓનલાઈન જોઈ શકાય છે. આમાં આખા દેશમાં વિવિધ સ્થળોએ ઉજવાતા તહેવારોની યાદી છે. જે મુજબ કુલ 13 બેન્ક્સ હોળી દે થાય છે. એમાં ઓગસ્ટમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાના કારણે છ દિવસની રજા છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે બેન્કો સાત દિવસ બંધ રહેશે. ગુજરાતની વાત કરીએ તો શનિ-રવિ વાળી છ રજાઓ સિવાય 15, ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 19 ઓગસ્ટ (રક્ષાબંધન), 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)ને દિવસે બેન્ક્સમાં રજાઓ રહેશે.

બેન્કોમાં વારંવાર રજાઓના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તમે રોકડ ઉપાડવા માટે બેન્કમાં રજાના દિવસે એટીએમનો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે UPI, નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. નોંધનીય છે કે નેટ બેન્કિંગ સુવિધા 24X7 કાર્યરત રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top