Western Special Train: વેસ્ટર્ન રેલ્વે દોડાવશે આ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન કયા સ્ટેશન્સ પર રોકશે? દ

Western Special Train: વેસ્ટર્ન રેલ્વે દોડાવશે આ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન કયા સ્ટેશન્સ પર રોકશે? દક્ષિણ ગુજરાતવાળા ખાસ વાંચે

07/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Western Special Train: વેસ્ટર્ન રેલ્વે દોડાવશે આ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન કયા સ્ટેશન્સ પર રોકશે? દ

Western Special Train: પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે દોડશે? કયા કયા સ્ટેશન્સ પર ઉભી રહેશે, અને એના ટાઈમિંગ શું હશે, એ વિષેની તમામ માહિતી અહીં વાંચો.


મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે 5 થી 27 જુલાઈ સુધી દાદર અને નંદુરબાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. દાદરથી નંદુરબાર જવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. આ ટ્રેન વાયા બારડોલી, વાપી-વલસાડથી નંદુરબાર પહોંચાડશે.

30 જૂન (રવિવાર) ના રોજ, એક રેલવે અધિકારીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. રેલવેનું કહેવું છે કે પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને નંદુરબાર વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દાદર અને નંદુરબાર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.35 વાગ્યે નંદુરબાર પહોંચશે. આ ટ્રેન નંદુરબારથી પાછા ફરતી વખતે એટલે કે રિટર્ન મુસાફરી દરમિયાન આ ટ્રેન નંદુરબારથી દર શુક્રવારે રાત્રે 8:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 5:15 વાગ્યે દાદર પહોંચશે.દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

ખાસ નોંધ : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top