સૌરાષ્ટ્રના આ જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર...

સૌરાષ્ટ્રના આ જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર...

07/05/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સૌરાષ્ટ્રના આ જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર...

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો કેટલાક વિસ્તારમાં 'સ્થળ ત્યાં જળ'ની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થઈ ગયો છે. જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.


જળાશયો જગતની જીવાદોરી

જળાશયો જગતની જીવાદોરી

ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માં 41.59 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32.62 ટકા, કચ્છના 20માં 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 35.39 ટકા, કચ્છના 20માં 50.95 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો.


સરદાર સરોવરમાં હાલ કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદને પગલે જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 5 જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. 


રાજ્યના આ 5 જળાશયો 70 થી 80 ટકા વચ્ચે ભરાઈ જતા વોર્નીંગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-2 ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31%, મધ્ય ગુજરાતના 17માં 41.59 %, દક્ષિણ ગુજરાતના13માં 32.62%, કચ્છના 20માં 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top