ભારે વરસાદને પગલે જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા શાળાઓ માટે મહત્વની જાહેરાત મહત્વના સમાચાર, સ્કુલે

ભારે વરસાદને પગલે જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા શાળાઓ માટે મહત્વની જાહેરાત મહત્વના સમાચાર, સ્કુલે જતા બાળકોના વાલીઓ ખાસ વાંચે!

07/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભારે વરસાદને પગલે જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા શાળાઓ માટે મહત્વની જાહેરાત મહત્વના સમાચાર, સ્કુલે

Surat heavy rain, Schools Closed: સુરત શહેરમાં રવિવારે બપોર પછી સતત વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસી રહેલા વરસાદ વચ્ચે લોકોને ધંધા-રોજગાર અને નોકરીમાં તો તકલીફ પડી જ રહી છે, પણ સાથે જ ફરી એક વાર શહેર ઉપર ખાડી પૂરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન આજે જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


શિક્ષણાધિકારીના પત્રમાં શું લખ્યું છે?

શિક્ષણાધિકારીના પત્રમાં શું લખ્યું છે?

આજ રોજ ભારે વરસાદને પગલે માન. કલેકટર સાહેબની સૂચના અન્વયે શિક્ષણાધીકારી (સુરત જીલ્લો) દ્વારા સરક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલરમાં કહેવાયું છે કે રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલ હોઈ, સુરત શહેર અને જિલ્લામાં પણ વરસાદ પડેલ હોઈ તથા હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ પડવાની સંભાવના હોઈ, જે બાબત ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં 24/07/2024 ણા રોજ સુરત શહેર અને જીલ્લાની અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. સદર સુચનાનો અમલ તમામ શાળાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે.


ખાડીપૂરની પરિસ્થિતિ પણ છે જ!

ખાડીપૂરની પરિસ્થિતિ પણ છે જ!

સુરત જિલ્લામાં વરસાદનું યથાવત રહ્યું છે અને તેના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીની સપાટી સતત વધતી રહી છે. આજે બપોરે એક વાગ્યે સીમાડા ખાડી તેના ડેન્જર લેવલ 450 મીટર અને ભેદવાડ ખાડી તેના ડેન્જર લેવલ 7.20 મીટર પર વહી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી છલોછલ છે એટલે સુરતમાં વરસાદ પડે છે તે પાણીનો નિકાલ થતો નથી તેથી આ પાણી હવે લોકોના ઘર અને રસ્તા પર વહી રહ્યાં છે.

ભેદવાડ ખાડી અને સિમાડા ખાડી બન્ને ડેન્જર લેવલ પર વહી રહી છે અને તેની સાથે અન્ય ખાડી પણ છલોછલ વહી રહી છે. આ સાથે જિલ્લામાં પણ હજી વરસાદનું જોર જોવા મળે છે તેથી ખાડીના પાણી સાથે વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જિલ્લામાં વરસાદનું જોર આવું જ રહે તો સુરત શહેરમાં ફરી એક વાર ખાડી પુર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

ઉધના અને લિંબાયત ઝોનમાં કેટલાક વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. જેના પર પાલિકા દ્વારા સતત નજર રાખવામાં આ‍વી રહી છે. જોકે, ખાડી કિનારે પાણી ભરાવાની શક્યતાના કારણે સ્થળાંતર માટે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top