Rain Alert: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઇ ગઈ! પરિણામે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ

Rain Alert: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઇ ગઈ! પરિણામે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી! સાચવજો

09/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Rain Alert: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઇ ગઈ! પરિણામે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ

Rain alert: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલમાં શહેરમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સાંજ પડતા અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજી તરફ સમાચાર મળ્યા છે કે એક સાથે ત્રણ-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ જવાને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


કઈ તારીખે ક્યાં વરસાદની આશંકા છે? જાણો.

કઈ તારીખે ક્યાં વરસાદની આશંકા છે? જાણો.

એક ડિપ્રેશન ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ અને શિયાર ઝોન જેવી ચાર વરસાદી સિસ્ટમો સક્રિય હોવાથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આવતીકાલે 3 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત (રેડ એલર્ટ) જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (ઓરેન્જ એલર્ટ) અને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુર (યલો એલર્ટ) આપવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (ઓરેન્જ એલર્ટ), મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ (યલો એલર્ટ)

5 સપ્ટેમ્બરે  કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (યલો એલર્ટ)

6 સપ્ટેમ્બરે  નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી (યલો એલર્ટ)

7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ (યલો એલર્ટ)


પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત પર વધુ એકવાર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે.  સુરત, નવસારી અને નર્મદા જિલ્લા પર આકાશી આફતની આગાહી વ્યકત કરવામાં આવી છે.  આ આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

હવામાન વિભાગના મતે પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ બોટાદ અને ભાવનગરમાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે.

આવતીકાલે ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે આવતીકાલે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  આવતીકાલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top