Monsoon alert : આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેવી હાલત થશે? રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ બા

Monsoon alert : આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેવી હાલત થશે? રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ બાબતે અંબાલાલની મોટી આગાહી

08/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Monsoon alert : આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કેવી હાલત થશે? રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ બા

Monsoon alert: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમૂક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાંપટા પડી શકે છે. ગઇકાલથી એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્ય છે, ડાંગમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. આ દરમિયાન હવામાન ખાતાની આગાહી તેમજ અંબાલાલની ગણતરી શું કહે છે એ જાણો. દક્ષિણ ગુજરાત વાળાએ આ ન્યૂઝ ખાસ વાંચવા


આગામી દિવસોમાં વરસાદ ગુજરાતને ઘમરોળશે!

આગામી દિવસોમાં વરસાદ ગુજરાતને ઘમરોળશે!

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની ફરીથી આગાહી કરવામાં આવી છે, આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, બે સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ વરસશે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે, આ ઉપરાંત સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે. આગામી 5 દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી છે તે જોતા કહી શકાય કે રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદનો માહોલ બનશે.

બુધવાર અને ગુરૂવારે એટલે 21 અને 22મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 23 અને 24મી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


શું કહે છે અંબાલાલની આગાહી?

શું કહે છે અંબાલાલની આગાહી?

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર,  આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ  વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 


દક્ષિણ ગુજરાતવાળા ખાસ વાંચે

દક્ષિણ ગુજરાતવાળા ખાસ વાંચે

રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. 97 તાલુકાઓમાં પડેલા વરસાદમાં સૌથી વધુ ડાંગમાં ચાર ઇંચ ખાબક્યો છે, આ ઉપરાંત નવસારીના ચીખલી અને ક્વાન્ટમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ વાત છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.

આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોર સમયે વરસાદ શરૂ થયો છે. શહેરમાં આવેલા કબીરપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top