Monsoon Alert 2024 : રાજ્ય પર મેઘરાજાના ભયંકર ‘આક્રમણ’નો ખતરો! ડિપ ડિપ્રેશન ગુજરાતના આ શહેરથી મ

Monsoon Alert 2024 : રાજ્ય પર મેઘરાજાના ભયંકર ‘આક્રમણ’નો ખતરો! ડિપ ડિપ્રેશન ગુજરાતના આ શહેરથી માત્ર 250 km દૂર!

08/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Monsoon Alert 2024 : રાજ્ય પર મેઘરાજાના ભયંકર ‘આક્રમણ’નો ખતરો! ડિપ ડિપ્રેશન ગુજરાતના આ શહેરથી મ

Monsoon Alert 2024: ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનની પેર્ટન બદલાઇ છે, જેને પરિણામે ગુજરાતમાં વરસાદના 'મહાઆક્રમણ'ની છડી પોકારતું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે! હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે. રાજ્યના અનેક જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે.


ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપ ડિપ્રેશન!

ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપ ડિપ્રેશન!

મળતી માહિતી પ્રમાણે ડિપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે. ડિપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે. બનાસકાંઠાના ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપ ડિપ્રેશન છે. 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે છે. અનેક તાલુકાઓમાં 8થી 12 ઈંચ વરસાદ ખાબકી શકે છે. આજે અને આવતીકાલે  મેઘરાજાનું પ્રચંડ આક્રમણ જોવા મળે એવી વકી છે!

ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા ભંયકર રૂપ ધારણ કરી વરસશે. મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 29 ઓગસ્ટ સુધી મેઘો ભયાનક વરસશે.


7 જિલ્લામાં રેડ એલર્ટ, 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ!

7 જિલ્લામાં રેડ એલર્ટ, 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ!

હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય હવામાન વિભાગે 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગનો સમાવેશ થાય છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top