Chhota Udepur Bridge Collapsed: પાણીના પ્રવાહથી બ્રિજના બે ટુકડા! શિહોદમાં ભારજ નદી પરનો બ્રિજ

Chhota Udepur Bridge Collapsed: પાણીના પ્રવાહથી બ્રિજના બે ટુકડા! શિહોદમાં ભારજ નદી પરનો બ્રિજ તૂટ્યો! જુઓ વિડીયો

08/27/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Chhota Udepur Bridge Collapsed: પાણીના પ્રવાહથી બ્રિજના બે ટુકડા! શિહોદમાં ભારજ નદી પરનો બ્રિજ

Chhota Udepur Bridge Collapsed: ગુજરાતમાં ત્રણ સિસ્ટમથી જળબંબાકારની સ્થિતિ છે.  ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.  આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જળતાંડવ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમિક્ષા કરી છે.  આ સાથે જ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે ટુકડા થઇ ગયો હોવાનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.


બ્રિજના તો જાણે બે ટુકડા થઈને હવામાં લટકી રહેલા દેખાય છે!

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે.

સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતા.કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.


ઉકાઈ ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાંમાં આવ્યું

ઉકાઈ ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાંમાં આવ્યું

તાપી નદીના ઉપર વાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે વરસાદથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાંમાં આવ્યું છે. કોઝવે માંથી પાણીનો આઉટફ્લો 2.97 લાખ ક્યુસેક છે. તો તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

મોરબીના મચ્છુ-2 ડેમના એક સાથે 28 દરવાજા ખોલાયા છે. 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ડેમમાં 2,16,292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવક જેટલું જ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ રાજકોટ બાદ પોરબંદરના મેળામાં હાલાકી જોવા મળી રહી છે. લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મુશ્કેલી ઊભી થઇ છે. નાના ધંધાર્થીઓએ પાલિકાના સ્ટોલમાં આશ્રયસ્થાન લીધું છે. ભારે પવન અને વરસાદના કારણે પાણી ભરાવાનું શરૂ થયુ છે. હાલ લોકમેળાની મોટાભાગની રાઈડ ઉતારવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top