અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર એક્સપ્રેસ 2 ભાગમાં વહેંચાઇ, મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ રેલવે સ્ટેશનથી મુંબઇ જતી અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. જ્યારે ટ્રેન સુરત પહોંચી ત્યારે ટ્રેનના 7 અને 8 નંબરના કોચ અલગ પડી જતા ટ્રેનમાં હાજર મુસાફરો ડરી ગયા હતા. જોકે જ્યારે કોચ અલગ થયા ત્યારે ટ્રેનની સ્પીડ ધીમી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી. ડબલ ડેકર 2 ભાગમાં વિભાજન થયાના સમાચારથી અમદાવાદથી લઇને મુંબઇ ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો હતો.પશ્ચિમ રેલવેના અધિકારીઓએ અલગ પડેલા ડબલ ડેકર કોચ પર અટેચ કરાવીને તેને આગળ જવા રવાના કરી દીધો. સુરતના ગોઠણ ગામ રેલવે સ્ટેશન પાસે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ટ્રેન અલગ થયા બાદ એક્સ યુઝર્સ અને વિપક્ષી નેતાઓએ રેલ્વે મંત્રી પર પ્રહાર કર્યો હતો.
અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓ સુરત નજીક 9:00 વાગ્યે અલગ થઇ ગયા હતા. ત્યારબાદ સવારે 11:22 વાગ્યે અપ મેઇન લાઇન પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન નંબર 12932ના 2 ડબ્બા સુરતના સાયણ વિસ્તારમાં આવેલા ગોઠણ રેલવે સ્ટેશન પાસે અચાનક અલગ થઇ ગયા હતા. જોકે ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કોચ ટ્રેક પર જ રહી ગયા હતા. ટ્રેન ઉભી રહેતા જ મુસાફરો ઉતરી ગયા અને રેલવેની ટેક્નિકલ ટીમ અલગ થવાના કારણની તપાસ કરવા માટે પહોંચી. જાણકારી મળી રહી છે કે કપલર તૂટવાને કારણે કોચ અલગ થઇ ગયા હતા.
પશ્ચિમ રેલ્વેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પરિસ્થિતિને સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર એક્સપ્રેસ નંબર 12932 ટ્રેનના 2 કોચ સવારે 8:50 વાગ્યે વડોદરા ડિવિઝનના ગોઠણ યાર્ડ પાસે અલગ થઇ ગયા હતા. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાછળના અને આગળના ભાગોને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે. અપ ટ્રેનો લૂપ લાઇન પરથી ટ્રેનો દોડી રહી છે. ડબલ ડેકર કોચોને અલગ થયા બાદ મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જંક્શન સુધીની ટ્રેન નંબર 12931 14:30 વાગ્યે રવાના થવાની હતી. તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. તેને મુંબઈ સેન્ટ્રલથી 5:30 વાગ્યે રવાના કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp