સુરત: એરપોર્ટ કસ્ટમના મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે જ સ્મગલિંગમાં સંડોવાયા?! તગડો પગાર, છતાં લાલ

સુરત: એરપોર્ટ કસ્ટમના મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે જ સ્મગલિંગમાં સંડોવાયા?! તગડો પગાર, છતાં લાલચ પ્રીતિ આર્યને ક્યાંથી ક્યાં લઇ ગઈ!

06/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: એરપોર્ટ કસ્ટમના મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે જ સ્મગલિંગમાં સંડોવાયા?! તગડો પગાર, છતાં લાલ

સુરત: કહેવાય છે કે લાલચ બૂરી બલા છે. આ કહેવતની સાચી પાડતી ઘટના સુરતથી સામે આવી છે. અહીં પ્રીતિ આર્ય નામની ઉચ્ચ સ્થાને બિરાજેલી મહિલા અધિકારીને વધુ ને વધુ રૂપિયા કમાવાની લાલચ ભારે પડી ગઈ છે. મોભાદાર નોકરી અને વર્ષે લાખો રૂપિયાનો પગાર હોવા છતાં આ મહિલાએ એવા કામો કર્યા, જેને કારણે આજે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે!


અમદાવાદ કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર એક મહિના દરમિયાન કસ્ટમ દ્વારા સોના, હીરા અને કરન્સીની હેરફેરના કુલ બાવીસ જેટલા કેસિસ કર્યા હતા. આ પૈકી મોટા ભાગના કેસિસમાં સુરત એરપોર્ટના મહિલા કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યનું નામ આવ્યું હતું. સુરટ એરપોર્ટ પર જો કોઈ મહિલા પ્રવાસી ઝડપાય તો એની શારીરિક ઝડતી લેવાનું કામ એક મહિલા અધિકારી તરીકે પ્રીતિ આર્યને સોંપવામાં આવતું હતું. પરંતુ પ્રીતિ મોટે ભાગે નીલ (કશું ન મળ્યું હોવાનો) રિપોર્ટ આપતી હતી. એરપોર્ટ પર સ્ટાફની ઘટ અને ડૂબી માટે બે એરલાઈન્સની અઠવાડિયામાં સાત દિવસ અને શારજાહની પાંચ દિવસની ફ્લાઈટ્સને કારણે સુરત એરપોર્ટ પર મહિલા કસ્ટમ અધિકારીની જરૂર હતી. આ અગાઉ પ્રીતિ અમદાવાદ કસ્ટમ્સમાં ફરજ બજાવી ચૂકી હોવાને કારણે અનુભવને આધારે એને સુરત એરપોર્ટની ડ્યુટી સોંપવામાં આવી હતી.


એક લાખનું માસિક વેતન, તેમ છતાં...

ગોલ્ડ સ્મગલિંગ કરતી વલસાડની એક મહિલા કેરિયર ગત સપ્તાહે ઝડપાઈ ગઈ હતી. એ કેસની તપાસમાં પ્રીતિ આર્યનું નામ ખૂલ્યું હતું, જે આ મહિલા કેરિયર સાથે સાંઠગાંઠ ધરાવતી હતી. અમદાવાદ સ્થિત ચીફ કસ્ટમ ઓફિસર દ્વારા નિયુક્ત તપાસ ટીમે આ મામલે પ્રીતિને કસૂરવાર જાહેર કરતા તેણીને ગતરોજ સસ્પેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વલસાડ-પારડી ખાતે રહેતી એક મહિલા ગોલ્ડ સ્મગલિંગમાં પકડાઈ હતી. એણે પ્રીતિ સાથેની મિલીભગત જાહેર કરી દેતા ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન ધારણ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે પ્રીતિને માસિક એક લાખ જેવડો મોટો પગાર મળતો હતો. તેમ છતાં વધુ રૂપિયાની લાલચ પ્રીતિને આ લેવલ સુધી લઇ આવી હોય, એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. સારી નોકરી અને ઉંચો પગાર હોવા છતાં વધુ રૂપિયાની લાલચે આજે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. આ આખા કૌભાંડમાં પ્રીતિ એકલી જ સંડોવાયેલી છે કે પછી બીજા કોઈ પણ એના સાથીદાર છે, એ વિષે વધુ વાત કદાચ આવનારા દિવસોમાં બહાર આવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top