બાંગ્લાદેશને પટકીને ભારતીય ટીમ પહોંચી ફાઇનલમાં, પાકિસ્તાન કે શ્રીલંકા કોની સાથે થશે મેચ?

Women's Asia Cup 2024: બાંગ્લાદેશને પટકીને ભારતીય ટીમ પહોંચી ફાઇનલમાં, પાકિસ્તાન કે શ્રીલંકા કોની સાથે થશે મેચ?

07/26/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશને પટકીને ભારતીય ટીમ પહોંચી ફાઇનલમાં, પાકિસ્તાન કે શ્રીલંકા કોની સાથે થશે મેચ?

હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ભારતીય મહિલા ટીમે એશિયા કપ 2024ની ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી છે. પહેલા સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવીને ભારતીય ટીમે વિરોધી ટીમને ધૂળ ચટાવી દીધી. પહેલા બોલરોએ બાંગ્લાદેશને એક સામાન્ય સ્કોર પર રોકી દીધી અને ત્યારબાદ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી. હવે ફાઇનલમાં ભારત સામે કઇ ટીમ હશે એ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થનારી બીજી સેમીફાઇનલના પરિણામથી નક્કી થશે.


ભારતીય ટીમે કોઇ વિકેટ ગુમાવ્યા વિના મેળવી જીત:

ભારતીય ટીમે કોઇ વિકેટ ગુમાવ્યા વિના મેળવી જીત:

બાંગ્લાદેશની મહિલા ટીમ મેચમાં પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં માત્ર 80 રન જ બનાવી શકી. એટલે કે ભારત સામે જીત માટે 81 રનનો એક નાનકડો સ્કોર હતો, જેને ભારતીય મહિલા ટીમે 11 ઓવરમાં કોઇ નુકસાન વિના હાંસલ કરી લીધો. જ્યાં એક તરફ શેફાલી વર્માએ 26 રનોની ઇનિંગ રમી, તો બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 55 રન બનાવ્યા. બોલરોએ ભારત માટે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું તેને આગળ ચલાવવાનું કામ બેટ્સમેનોએ કર્યું. પાકિસ્તાન અને શ્રીલંકામાંથી કોઇ એક ટીમ સાથે ભારતીય ટીમની ફાઇનલ થશે. જે 28 જુલાઇએ રમાશે. ભારતીય ટીમ ટ્રોફી જીતવાની પહેલાથી જ દાવેદાર માનવામાં આવી રહી હતી, હવે ફાઇનલમાં પહોંચવાથી ભારતીય ટીમ એશિયા કપથી એક સ્ટેપ દૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top