પાકિસ્તાનની ફજેતી, PSLની લાઈવ મેચમાં ફોન પર IPL જોતો નજરે પડ્યો શખ્સ; જુઓ વીડિયો
દરેક વ્યક્તિ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નશો ચઢ્યો છે. IPL જ્યારે આખી દુનિયા આ ક્રિકેટ મહસંગ્રામને જોઈ રહી છે તો પાકિસ્તાની ક્રિકેટ ચાહકો કેવી રીતે પાછળ રહી શકે. આવા જ એક પાકિસ્તાની ક્રિકેટ ચાહકનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, પાકિસ્તાન સુપર લીગ (PSL)ની એક મેચ દરમિયાન, સ્ટેન્ડમાં બેઠેલો એક દર્શક પોતાના ફોનમાં IPLની મેચ જોઈ રહ્યો હતો. તેનો આ વીડિયો હવે વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, એક ચાહક PSLની મેચ દરમિયાન દર્શકો વચ્ચે બેઠો છે અને તેના ફોન પર દિલ્હી કેપિટલ્સ મેચ જોઈ રહ્યો છે. તેનો વીડિયો વાયરલ થયા બાદ, લોકો તેને એક જ સમયમાં બંને ટૂર્નામેન્ટ જોનારો સાચો ક્રિકેટ પ્રેમી કહી રહ્યા છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ટિપ્પણી કરી કે તેણે માત્ર IPLનો આનંદ માણવા માટે PSLની ટિકિટ ખરીદી છે. એક યુઝરે લખ્યું કે રમતના સાચા ચાહક હોવાનો અર્થ આ જ છે. બીજા એક યુઝરે લખ્યું કે કોઈની મનપસંદ લીગ પ્રત્યેની વફાદારી સીમાઓ સુધી મર્યાદિત નથી.
આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે તાજેતરમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ કહ્યું હતું કે, જો ક્રિકેટનું સ્તર વધતું રહેશે તો PSL દર્શકોની સંખ્યા IPL કરતા વધી શકે છે. ચાહકો સ્વાભાવિક રીતે જ એવી ટૂર્નામેન્ટ તરફ આકર્ષિત થશે જે ગુણવત્તાયુક્ત મનોરંજન પૂરું પાડે છે.
ઇંગ્લેન્ડના ક્રિકેટર સેમ બિલિંગ્સે ફ્રેન્ચાઇઝી લીગ અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. તેણે કહ્યું કે વિશ્વમાં ટોચની ટૂર્નામેન્ટના રૂપમાં IPL સિવાય અન્ય કોઈ પણ ટૂર્નામેન્ટને જોવી મુશ્કેલ છે.
આમ તો IPL અને PSL બંનેની તુલના કરવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવે છે. પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અને પાકિસ્તાની ક્રિકેટના બુદ્ધિજીવી PSLને IPL કરતા સારી બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની પોલ સતત ખૂલી જાય છે. આ વખતે પણ કંઇક આવી જ ફજેતી થઇ, જ્યારે એખ ક્રિકેટ ચાહક પાકિસ્તાનના સ્ટેડિયમમાં બેઠો બેઠો IPL જોતો હતો અને બીજી તરફ મેદાનમાં PSLની મેચ રમી રહી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp