‘અમારી સાથે રમતો હતો, તેની ઉંમર 16 વર્ષ છે...’, વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને આ શખ્સનો મોટો દાવો

‘અમારી સાથે રમતો હતો, તેની ઉંમર 16 વર્ષ છે...’, વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને આ શખ્સનો મોટો દાવો, વીડિયો વાયરલ

05/02/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘અમારી સાથે રમતો હતો, તેની ઉંમર 16 વર્ષ છે...’, વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને આ શખ્સનો મોટો દાવો

Vaibhav Suryavanshi Age: IPL ઇતિહાસમાં બીજી સૌથી ફાસ્ટ સદી ફટકાર્યા બાદ, રાજસ્થાન રૉયલ્સ (RR)નો ખેલાડી વૈભવ સૂર્યવંશી આગામી મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ગુરુવારે, તે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે દીપક ચાહરના બૉલ પર આઉટ થયો હતો. આ દરમિયાન, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વૈભવની સાચી ઉંમર 14 વર્ષ નહીં, પરંતુ 16 વર્ષ છે.

વાયરલ વીડિયોમાં 2 યુવાનો દેખાય છે. પહેલા તેઓ વીડિયોમાં કહે છે કે તેઓ બિહારના સમસ્તીપુરના રહેવાસી છે અને પછી તેઓ વીડિયોમાં આસપાસના સ્થળો બતાવે છે અને કહે છે કે વૈભવ સૂર્યવંશી તેમની સાથે રમતો હતો, તેઓ તેને બૉલિંગ કરીને પ્રેક્ટિસ પણ કરાવતા હતા. સૌથી વધુ મહેનત તેની નહીં, પરંતુ તેના પિતાની છે. દરરોજ પટના લઈ જવો, અમને લોકોને બોલાવવા, પાર્ટીઓ આપવી, અમે તેની સામે બૉલિંગ કરીને તેને પ્રેક્ટિસ કરાવતા હતા.’


શું વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર 16 વર્ષ છે?

શું વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર 16 વર્ષ છે?

આ યુવક આગળ કહે છે કે, તે (વૈભવ) એવો વ્યક્તિ નથી, જે ટૂક-ટૂક રમે. તે જ્યાં પણ રમ્યો છે, તેણે પહેલા જ બૉલ પર સિક્સર માર્યો છે. ત્યારબાદ, તેઓ કહે છે કે તેમને ગર્વ છે કે બિહારનો છોકરો છવાઈ રહ્યો છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે તેની ઉંમર 14 વર્ષ બતાવવામાં આવી રહી છે. જો તેની સાચી ઉંમર જણાવવામાં આવી હોત તો વધુ મજા આવતી. તેની સાચી ઉંમર 16 વર્ષ છે.


વૈભવ સૂર્યવંશીનું ઇન્ટરવ્યૂ પણ વાયરલ

વૈભવ સૂર્યવંશીનું ઇન્ટરવ્યૂ પણ વાયરલ

સૂર્યવંશીનું એક ઇન્ટરવ્યૂ પણ વાયરલ છે, જે વર્ષ 2023નું છે અને તેમાં તે કહેતો જોવા મળે છે કે તે સપ્ટેમ્બરમાં 14 વર્ષનો થઈ જશે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેની ઉંમર પર સવાલ કરે  છે.

IPL હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું અને પહેલા જ બૉલ પર સિક્સર ફટકાર્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની તેની ત્રીજી મેચમાં, તેણે 35 બૉલમાં સદી ફટકારી, જે IPLના ઇતિહાસમાં કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. તે IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. મુંબઈ સામે હાર્યા બાદ, રાજસ્થાનની ટીમ IPL 2025 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top