IPLમાં લાફાવાળી, કુલદીપે રિંકું સિંહને મારી બેક ટૂ બેક 2 થપ્પડ, વીડિયો વાયરલ

IPLમાં લાફાવાળી, કુલદીપે રિંકું સિંહને મારી બેક ટૂ બેક 2 થપ્પડ, વીડિયો વાયરલ

04/30/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IPLમાં લાફાવાળી, કુલદીપે રિંકું સિંહને મારી બેક ટૂ બેક 2 થપ્પડ, વીડિયો વાયરલ

Kuldeep Yadav slapping Rinku Sing: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મંગળવારે IPL 2025ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 14 રનથી જીત મેળવી. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ બાદ, જ્યારે ખેલાડીઓ એક-બીજા સાથે વાત કરી રહ્યા હતા, એ સમયનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કુલદીપ યાદવ રિંકુ સિંહને બેક ટૂ બેક થપ્પડ મારતો નજરે પડી રહ્યો છે. પહેલા તો એવું લાગે છે કે આ બધુ મજામાં થયું, પરંતુ ત્યારબાદ જ્યારે કુલદીપ બીજો લાફો મારે છે તો રિંકુ ગુસ્સે થતો જોવા મળે છે.


કોલકાતા અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચ બાદ બની ઘટના

કોલકાતા અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચ બાદ બની ઘટના

કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ, જ્યારે રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો છે. આ વીડિયો મેચ પછીનો છે, જેમાં બંને ટીમોના ખેલાડીઓ એક-બીજા સાથે વાત કરી રહ્યા છે જેમ ખેલાડીઓ દરેક મેચ પછી કરે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રિંકું સિંહ કોઈક વાતને લઈને હસી રહ્યો છે, ત્યારબાદ કુલદીપ યાદવ રિંકુ સિંહને થપ્પડ મારે છે અને કંઈક કહે છે. રિંકુ બચતા હસી રહ્યો છે, પરંતુ કદાચ તેની વાત સાંભળીને શાંત થઈ જાય છે. ફરી એકવાર કુલદીપ આવું કરે છે અને રિંકુ સિંહનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ જાય છે. તે તેની સામે જુએ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો આશ્ચર્યચકિત છે. એક યુઝરે BCCI, દિલ્હી કેપિટલ્સ અને KKRને ટેગ કરીને લખ્યું, જુઓ શું મામલો શું છે. તો બીજા યુઝરે લખ્યું, એવું લાગે છે કે તે નારાજ થયો છે. બીજા એક યુઝરે લખ્યું કે કુલદીપનું વર્તન ખૂબ જ ખરાબ છે.

એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ, મામલો ગંભીર લાગે છે, શું આખો વીડિયો નથી, કદાચ રિંકુએ પણ અંતમાં ગાળો આપી હશે. તો તેના જવાબમાં, જે હેન્ડલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો, ‘નહીં, ત્યારબાદ બંને ઇન્ટરવ્યૂ માટે જતા રહ્યા હતા.’

આ ઘટનાએ વર્ષ 2008માં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થયેલા થપ્પડ કાંડની યાદ અપાવી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (અગાઉ પંજાબ કિંગ્સ) વચ્ચે મેચ હતી. શ્રીસંત કિંગ્સ ઇલેવન પંજાબ માટે તો હરભડન મુંબઇની ટીમનો હિસ્સો હતા. મેચ દરમિયાન શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે બહેસ થઈ ગઈ હતી, જેમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધેલી અને ત્યારબાદ BCCIએ આખી સિઝન માટે બેન લગાવી દીધો હતો. તો શું હવે BCCI કુલદીપ પર પણ બેન લાગવશે?


KKRએ પ્લેઓફની આશા જીવંત રાખી

KKRએ પ્લેઓફની આશા જીવંત રાખી

કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી નહોતી રહી, પરંતુ એક સમયે ફાફ ડુ પ્લેસિસ સેટ થઈ ગયો હતો, ત્યારે ટીમ જીત નજીક પહોંચી ગઈ હતી. તેણે 45 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. અક્ષર પટેલે પણ 23 બોલમાં 43 રનની શાનદાર ઇનિંગ રમી. વિપરાજ નિગમે અંત સુધી લડત આપી, તેણે 19 બોલમાં 38 રન બનાવ્યા પરંતુ ટીમ લક્ષ્યથી 15 રન દૂર રહી ગઈ.

આ જીત સાથે, KKR પ્લેઓફની રેસમાં યથાવત છે, જોકે આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને કોલકાતા 9 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top