શું શુભમન ગિલ લગ્ન કરવા જઈ રહ્યો છે? IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો મળ્યો આ જવાબ

શું શુભમન ગિલ લગ્ન કરવા જઈ રહ્યો છે? IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો મળ્યો આ જવાબ

04/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

શું શુભમન ગિલ લગ્ન કરવા જઈ રહ્યો છે? IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો મળ્યો આ જવાબ

Shubman Gill: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં, સોમવારે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં KKRએ ટોસ જીતીને ગુજરાતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ટોસ સમયે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલના લગ્નને લઈને એક મોટી અપડેટ સામે આવી હતી.

જાણો શું છે આખો મામલો

જાણો શું છે આખો મામલો

વાસ્તવમાં, ટોસ દરમિયાન, ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ડેની મોરિસને ગિલને પૂછ્યું કે, તમે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છો. શું લગ્નની ઘંટડીઓ વાગવાની છે? શું તમે જલદી જ લગ્ન કરવાના છો? આ સવાલ પર શુભમન ગિલે હસતા કહ્યું કે ના, એવું કંઈ નથી.

ગુજરાત ટાઇટન્સે વર્તમાન IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે

ગુજરાત ટાઇટન્સે વર્તમાન IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે

ગુજરાત ટાઇટન્સે વર્તમાન IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં 8માંથી 6 મેચ જીતી છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સે આટલી જ મેચ રમીને 3માં જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top