Breaking: સુરત જિલ્લામાં 132 રસ્તાઓ બંધ કરવા પડ્યા! ભારે વરસાદે વર્તાવ્યો કેર! કયા રસ્તા બંધ થય

Breaking: સુરત જિલ્લામાં 132 રસ્તાઓ બંધ કરવા પડ્યા! ભારે વરસાદે વર્તાવ્યો કેર! કયા રસ્તા બંધ થયા એ જાણો

07/24/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Breaking: સુરત જિલ્લામાં 132 રસ્તાઓ બંધ કરવા પડ્યા! ભારે વરસાદે વર્તાવ્યો કેર! કયા રસ્તા બંધ થય

સુરત, બુધવાર: સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ગામ-ગામને જોડતા ૧૩૨ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગના કારણે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. જેમાં સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં ઉમરપાડા તાલુકાના ૧૨, માંગરોળના ૨૭, માંડવીના ૨૧, મહુવાના ૫, બારડોલીના ૨૯, પલસાણાના ૧૬, ચોર્યાસીના ૪, ઓલપાડ ૧૫ અને કામરેજ ૩ રસ્તા સહિત ૧૩૨ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વિગતે જાણો


માંડવી તાલુકાના મોરીઠા કાલીબેલ રેગામા, ઉસ્કેર મુંજલાવ ગોધન રોડ, દેવગઢ લુહારવડ રોડ, દેવગઢ થી કોલખડી, દેવગઢ અંદરવાડી લીમધા, ગોડધા થી લાડકુવા, મોરીઠા થી કાલીબેલ રેગામા, ઘોડાસંબા થી અરવલ્લી ટીટોઇ સાલૈયા વલારગઢ રસ્તો, ઉસ્કેર થી મુંજલાવ બૌધાન, ઉમરસાડી થી ખરોલી, બૌધાનથી વડોદ નૌગામ, અરેઠ અંત્રોલી બોરીગાલા રસ્તા, અને તુકેદ થી મધરકુઈ અંત્રોલી, વરજાખણ ડુંગરી ફળિયું એપ્રોચ, ઝાખલા એપ્રોચ,ગોડાસંબા કરવલ્લી ટિટોઈ સાલૈયા વલારગઢ  જતા રસ્તા સહિત ૨૧ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

        બારડોલી તાલુકામાં વાંકાનેર થી પારડી વાલોડ, જૂનીકીકવાડ થી ગભેણી ફળિયા સુધી, રામપુરા એપ્રોચ રોડ, ખરવાસા મોવાછી જોઇનિંગ સામપુરા સુધી, મોટી ફળોદ થી રૂવા ભરમપોર, ખોજ પારડી થી વાઘેચા જોઈનિંગ SH ૧૬૭ રોડ, નસુરા થી મસાડ નવી વસાહત, નસૂરા થી મસાડ વગા રોડ, ટિમ્બરવા થી  કરચકા, વડોલી થી  બાબલા, બામણી થી ઓરગામ, વઢવાણિયા ગામે સુદાબેનના ઘરથી રાજુભાઈના ઘર સુધીનો રસ્તો, સુરાલી કોથમુંડા થી બેલધા, વડોલી થી અંચેલી, અકોટી આશ્રમશાળા તરફનો રસ્તો, કંટાળી થી ભામૈયા, મોટા માલથાણ રોડ, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારિયા કોઝવે રોડ, ઉવા કાપલીયા ફળિયા, રાયમ ગામે વોટર વર્કસથી સ્મશાન તરફ, ઉવાથી કરચકા, વરાડ ચિખલી, વરાડ એપ્રોચ, વરાડ સંતરામ મંદિર જોઇનિંગ ટીકેબીએસએન, ખોજ પારડી થી વાઘેચા અને ખોજ પારડીથી વાઘેચા જતા રસ્તા સહિતના ૨૯ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

        માંગરોળ તાલુકામાં માંગરોળ થી નાની પારડી, લિંબાડા મોટીપારડી રોડ, વેલાછાથી શેઠિ,  વેલાછા હથોડા થી મોટાબોરસરા કીમ સુધી, માંગરોળ થી અનોઈ વકીલપુરા, કીમથી  કોસંબા, સિયાલજ થી કોસંબા રોડ, આસરામાં લુવારા રોડ, ચાંદનીયા એપ્રોચ રોડ, પાણી આંબલીથી ભીલવાડા, સિયાલજ થી  એપ્રોચ રોડ, લુવારા થી કંટવા, આસોદલા થી ઘૂંટી, પાણેથા થી વાલેશા, શેઠી પાણેથા થી છમુછલ, કોસંબા હથુરણ પાનોલી, વેલાછા સાવા નંદાવ, આંબાવાડી કંસાલી, પીપોદરા કંસાલી, માંગરોળ વેરકૂઈ ઝાબ પાતાળ, પાલોદથી કોઠવા, પાણેથા થી મોલવણ, બેરીય થી ઝરણી, વાંકલ આમકુટી વેરાકુઇ સુધીનો રસ્તો તથા વેરાકુઇ રટોટી સહિત ૨૭ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.


ઉમરપાડા તાલુકામાં બલાલકુવા થી વહાર રોડ, સામપુરા થી ઉમરજર રોડ, વડપાડા થી હલધરી રોડ, સરદા નવી વસાહત રોડ, સલ્લી અંબાડી રોડ, પાડા એપ્રોચ રોડ, ચિંતલદા સ્મશાનથી ગોંડલીયા રોડ, આમલી દાબડા થી વહર રોડ, ચંદ્રપાડાથી ગોપાલિયા રોડ, સેલવનથી ચીમીપાતાળ, બિલવનથી સેલવન, બલાલકૂવાથી બહાલ રોડ અને વેલાવી ખરેડી પાડા રોડ સહિતના ૧૨ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

        પલસાણા તાલુકાના બગુમરા બલેશ્વર રોડ, ભગુમરા તુંડી રોડ અને ઓલ્ડ બી.એ. રોડ પાસિંગ થ્રૂ  ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ, બલેશ્વર તુંડી રોડ, તુંડી દસ્તાન રોડ, અંભેટી વાઘેચ રોડ, મલેકપુર સિસોદરા રોડ, એના વિન્ઝોલિયા રોડ, પુણી નોગામા પારડીવગા રોડ, પુણી અમલસાડી રોડ અને વરેલી હરીપુરા, જૂના માખીન્ગા થી માંખીન્ગા ડુગરી, માંખીન્ગા એપ્રોચ, ઇટાળવા માંખીન્ગા, સુધીના રસ્તાઓ સહિત ૧૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

        મહુવા તાલુકામાં આંગળધરા પારસી ફળિયા રોડ, કોષ ખાતરી ફળિયાથી ચડાવ રોડ, મહુવરીયા પટેલ ફળિયુ ટુ લીંબડી ફળિયા ટુ કાંકરીમોરા કોલોની રોડ, નળધરા સરકાર ફળિયા ટુ બેજિયા ફળિયા રોડ અને  મહુવારિયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળિયા, મહુવારીયા કાકરીમોરા, નળધારા સરકાર ફળિયા,

        ઓલપાડ તાલુકામાં ટકારમા કદરામા,અણીતા ઉમરાછી, વિહારા કણભી, પરીયા માધર, કંથરાજ સીથાણ ખલીપોર, કંથરાજ ઓભલા, મૂળદ કારેલી, આટોદર અછારણ સીથાણ, મુળદ કારેલી, બોલાવ કીમામલી, બોલાવ મૂળદ મુક્તિધામ, માધર એપ્રોચ, અસ્નાદ પારડી કોબા, કુંભાર ફળિયાથી બાવા ફળિયા, અને અસ્નાદ સરસાણા રોડ સહિત ૧૫ રસ્તાઓ કામરેજ તાલુકામાં પરબ જોળવા રોડ, નવાગામ નનસાડ કોળી ભરથાણા, વલથાણ માંકણા ચીખલી રોડ બંધ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top