ગરમીનું વેકેશન પડવા સાથે જ રજાઓ ગાળવા આ ટાપુ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ! આ સુંદર સ્થળન

ગરમીનું વેકેશન પડવા સાથે જ રજાઓ ગાળવા આ ટાપુ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ! આ સુંદર સ્થળના ‘બોસ’ છે ગુજરાતી.'જાણો વિગત

04/24/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગરમીનું વેકેશન પડવા સાથે જ રજાઓ ગાળવા આ ટાપુ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ! આ સુંદર સ્થળન

ઉનાળાની ગરમીનું વેકેશન પડવા સાથે જ હવે ગુજરાતીઓ દેશ અને વિદેશના પર્યટન સ્થળો પર જવા માટે નિકળી જતા હોય છે. રજાઓ ગાળવા માટે ગુજરાતીઓ સુંદર સ્થળો પર મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. આ વખતે દેશના ટાપુઓ પર પહોંચનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે


ભારતીય ટાપુઓને પ્રાધાન્ય

ભારતીય ટાપુઓને પ્રાધાન્ય

ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં લક્ષદ્વીપ પ્રવાસ કર્યા બાદ માલદીવના નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસ્વીરો શેર કરી હતી. એ સાથે જ માલદીવના નેતાઓએ પીએમ મોદી, ભારત અને લક્ષદ્વીપને લઈ વિરોધમાં બોલવું શરુ કર્યુ હતું. જેને લઈ ભારતીય સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઈ અનેક જાણીતી હસ્તીઓએ લક્ષદ્વીપ અને ભારતીય ટાપુઓને પ્રાધાન્ય આપવાની વાત શરુ કરી હતી. લક્ષદ્વીપની સુંદરતા અને તેના વિકાસને લઈ ચર્ચા ચોતરફ છેડાઇ ગઇ હતી. જે ચર્ચા દેશ જ નહીં વિદેશમાં પણ ખૂબ થવા લાગી હતી.


આ ટાપુનો ‘બોસ’ છે ગુજરાતી

આ ટાપુનો ‘બોસ’ છે ગુજરાતી

આ સુંદર દ્વીપ કેન્દ્રશાસીત પ્રદેશ છે અને પ્રશાસક તરીકે પ્રફુલ પટેલ છે. પ્રશાસક પ્રફુલ પટેલ મૂળ ગુજરાતી છે અને તેઓ હિંમતનગરના રહેવાસી છે. પ્રફુલ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે હિંમતનગરથી તેઓ ધારાસભ્ય હતા. એક જ ટર્મ ધારાસભ્ય રહેતા તેઓએ હિંમતનગરની કાયાપલટ કરી દીધી હતી. જેને લઈ તેઓ ગુજરાતમાં ચર્ચામાં રહ્યા હતા. ત્યાર બાદ તેઓને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ દીવ અને દમણ તેમજ સેલવાસની કાયાપલટ કરી છે. હવે તેઓ લક્ષદ્વીપના આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂરિઝમ સ્થળ તરીકે ડેવલપ કરી રહ્યા છે. તેઓએ ગત ઉત્તરાયણ વખતે જ પતંગ ચગાવતા જ કહ્યુ હતુ કે, લક્ષદ્વીપના વિકાસનો પતંગ આભને આંબશે.

સુંદર દ્વીપ સમૂહ પર પર્યટનને લગતી સુવિધાઓને વધારવા માટે યુદ્ધના ધોરણે કાર્યહાથ ધરવામાં આવ્યુ છે. અહીં પ્રવાસન માટે વિકાસની ગતિ બુલેટ ઝડપે દોડી રહી છે. અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે પર્યટકોના માટે ખુબ જ મહત્વના છે. જેમકે અહીં દારુની છૂટછાટ આપવામાં આવી છે, તો દરિયાઈ અને હવાઈ મુસાફરીની દિશામાં પણ મહત્વના કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.


ગુજરાતી પ્રવાસીઓમાં વધ્યુ આકર્ષણ

ગુજરાતી પ્રવાસીઓમાં વધ્યુ આકર્ષણ

દેશના અનેક હિસ્સાઓમાંથી લક્ષદ્વીપ તરફ પ્રવાસીઓ છેલ્લા ચાર મહિનાથી મોટી સંખ્યામાં વધી રહ્યા છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. લક્ષદ્વીપ માટે ટુરિસ્ટ એજન્સીઓમાં પણ ઈન્કવાયરીઓ વધી છે. ગુજરાતમાં નાની અને મોટી ટૂરિસ્ટ એજન્સીઓમાં લક્ષદ્વીપને લઈ ઈન્કવાયરી ઉનાળા વેકેશનને લઈ થઈ રહી છે. જે વર્ષ 2023 ના પ્રમાણમાં અનેકગણી વધારે છે.


કેવી રીતે પહોંચી શકાય? અને કેટલો થાય ખર્ચ

કેવી રીતે પહોંચી શકાય? અને કેટલો થાય ખર્ચ

ગુજરાતથી લક્ષદ્વીપ જવા માટે હવાઈમાર્ગે કેરળના કોચી થઈ કોચીથી હવાઈ અને દરિયાઇ બંનેમાંથી અનુકૂળ માર્ગે લક્ષદ્વીપ પહોંચી શકાય છે. કોચી સિવાય અન્ય કોઈ પણ એરપોર્ટથી સીધી ફ્લાઈટ નથી. જે લક્ષદ્વીપના અગાત્તી ટાપુ પર પહોંચાડે છે. જ્યાંથી બોટ મારફતે અન્ય ટાપુ પર પહોંચી શકાય છે. જોકે લક્ષદ્વીપ સીધું જ પહોંચી શકાતુ નથી. ત્યાં જવા પહેલા લક્ષદ્વીપ પ્રશાસનની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે. પરવાનગી મળ્યા બાદ જ લક્ષદ્વીપ પહોંચી શકાય છે.

4 દિવસ અને 3 રાત માટે આયોજન કરવા માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,000 રૂપિયા (વ્યક્તિદીઠ) થી શરૂ થાય છે. આ પેકેજની શરુઆત લક્ષદ્વીપ પહોંચ્યા પછી થાય છે. તમારા સ્થળથી લક્ષદ્વીપ પહોંચવા અને ત્યાંથી પરત ફરવા માટે ટિકિટની વ્યવસ્થા તમારે અલગથી કરવી પડશે. જો તમે બજેટમાં કાપ મુકવા ઇચ્છતા હોય તો કોચીથી જહાજ દ્વારા પહોંચવું જોઈએ. કોચીથી લક્ષદ્વીપ સુધીની 14-18 કલાકની જહાજની મુસાફરીમાં 2200 થી 5000 રૂપિયાનો પ્રવાસનો ખર્ચ થાય છે. ફ્લાઇટનાં દર 5500 રૂપિયાથી શરૂ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top