પુરુષોતમ રૂપાલાની ટીકીટનો આજે દિલ્હી ભાજપ હાઇકમાન્ડ ખાતે નિર્ણય, ત્યારે આ ઉમેદવારની દાવેદારી, જ

પુરુષોતમ રૂપાલાની ટીકીટનો આજે દિલ્હી ભાજપ હાઇકમાન્ડ ખાતે નિર્ણય, ત્યારે આ ઉમેદવારની દાવેદારી, જાણો વિગતે

04/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પુરુષોતમ રૂપાલાની ટીકીટનો આજે દિલ્હી ભાજપ હાઇકમાન્ડ ખાતે નિર્ણય, ત્યારે આ ઉમેદવારની દાવેદારી, જ

એક સમુદાયને રાજી કરવાની લ્હાયમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રુપાલાએ ટિપ્પણી કરીને ક્ષત્રિયોને નારાજ કર્યા છે. ગોંડલમાં ક્ષત્રિય સંમેલનમાં રુપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાંય મામલો હજુય થાળે પડ્યો નથી. હવે જયારે મામલો વધુને વધુ ગંભીર બન્યો છે. ત્યારે આખુય પ્રકરણ દિલ્હી દરબારમાં પહોંચ્યુ છે. રુપાલાની ટિપ્પણીનો વિવાદની આગ ધીરે ધીરે દેશભરમાં પ્રસરી રહ્યો છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડને એ વાતનો ડર છે કે, જો આ વિવાદ વધુ વકરશે તો ગુજરાતમાં જ નહીં. અન્ય રાજ્યોમાં ક્ષત્રિય મતદારો ભાજપને નુકશાન પહોંચાડી શકે છે.


ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

આ ડરને જોતાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક પરથી લડાવી શકે છે. ઉપરાંત આ પ્રકરણમાં ક્ષત્રિયોમાં પણ બે ફાંટા પડયા છે. ભાજપ તરફી એક જૂથ રૂપાલાને બચાવવા મેદાને પડયુ છે તો બીજી તરફ, બીજુ જૂથ કોઈપણ ભોગે રુપાલાની ટિકિટ રદ કરાવવાની જીદે ચડયુ છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.


મોહન કુંડારિયાની દાવેદારી

મોહન કુંડારિયાની દાવેદારી

લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતનો રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે હાલના સાંસદ મોહન કુંડારિયા રાજકોટથી ઉમેદવારની દાવેદારી કરી શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઇ શકે છે. આ માટે CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડુ પણ આવ્યુ છે. જ્યાં રાજ્યમાં ઉમેદવારો સામે થઇ રહેલા વિરોધને લઇ CM ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી શકે છે.


ક્ષત્રિય સમાજના અગ્રણીઓની માંગ

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે.

હવે સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યાં છે કે, જયાં સુધી પુરુષોત્તમ રુપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહી. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે અત્યારથી ભાજપ વિરુધ્ધ માહોલ જામ્યો છે ત્ય અને ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top