ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં; ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા રૂપાલા અને ધાનાણીને ચૂંટણી

ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં; ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા રૂપાલા અને ધાનાણીને ચૂંટણી પંચની નોટિસ! જાણો શું છે મામલો

04/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં; ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા રૂપાલા અને ધાનાણીને  ચૂંટણી

Lok Sabha Elections 2024 : પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટિપ્પણી બાદથી ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો પર કપરાં ચઢાણ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસે રૂપાલા સામે પરેશ ધાનાણી જેવા કદાવર નેતાને મેદાને ઉતારી દેતાં રાજકોટની બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. આ સૌની વચ્ચે ચૂંટણીપંચે હવે એક મામલે રૂપાલા અને ધાનાણી બંનેને નોટિસ ફટકારતાં ભાજપ-કોંગ્રેસ એમ બંનેના ટેન્શન વધી ગયા છે.


શું છે મામલો ?

શું છે મામલો ?

રાજકોટથી ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા ભાજપના વિવાદિત ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણીનું ટેન્શન વધી ગયું છે. બંનેએ અત્યાર સુધી ચૂંટણી ખર્ચની વિગતો સમયસર રજૂ ન કરતાં આ નોટિસ ફટકારાઈ છે. આ મામલે બંને ઉમેદવારોએ ચૂંટણીપંચને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે થોડોક સમય માગ્યો છે.


ફરિયાદ દાખલ થઇ હતી

ફરિયાદ દાખલ થઇ હતી

રૂપાલાની અનેક સભાઓને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ હતી. કોંગ્રેસ દ્વારા આ ફરિયાદ નોંધાવાઈ હતી. રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઈ હતી. ચૂંટણી પંચ હાલમાં આ મામલે તપાસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ક્ષત્રિયો અંગે રૂપાલાએ ટિપ્પણી કરી છે ત્યારથી અત્યાર સુધી તેમની સામે ક્ષત્રિય સમાજે બાંયો ચઢાવી દેખાવો કરવાનું ચાલુ રાખ્યું છે જેના કારણે ભાજપના અન્ય ઉમેદવારોએ પણ ભોગવવું પડી રહ્યું છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top