આજે આ રાશિના જાતકોનો દિવસ પ્રગતિથી ભરેલો રહેશે, તો આ રાશિના જાતકોનો શું હાલ છે?જાણો આજનું તમારુ

આજે આ રાશિના જાતકોનો દિવસ પ્રગતિથી ભરેલો રહેશે, તો આ રાશિના જાતકોનો શું હાલ છે?જાણો આજનું તમારું રાશિફળ!

05/10/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે આ રાશિના જાતકોનો દિવસ પ્રગતિથી ભરેલો રહેશે, તો આ રાશિના જાતકોનો શું હાલ છે?જાણો આજનું તમારુ

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો.


મેષ

મેષ

આજે તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઇ શકે છે. આજે તમારી ટ્રાવેલિંગ કરવાની ઈચ્છાના કારણે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. સાંજે તમને નવા બિઝનેસ પ્લાન્સથી ફાયદો થશે. મહેમાનો આવવાથી ખર્ચ વધી શકે છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. લાંબા સમયથી ચાલતા વાદ-વિવાદનો અંત આવશે અને તમને તેમાં જીત મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં કંઈક નવું શીખવા મળશે. લકી કલર: બ્લૂ, લકી નંબર: 15


વૃષભ

વૃષભ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. ઓફિસમાં તમારી ચતુરાઈથી દુશ્મનોને સરળતાથી હરાવી શકશો, જેને જોઈને તમારા સહકર્મીઓ પણ ચોંકી જશે. ઓફિસમાં તણાવભરી સ્થિતિને હળવાથી ઉકેલો. સમાજમાં તમે કરેલા કાર્યો માટે તમારું સન્માન થઈ શકે છે. આજે તમે ઘરેલુ ઉપયોગ માટે કેટલીક નવી વસ્તુઓ ખરીદી શકો છો. તમે તમારા ઘરને પેઇન્ટિંગ પણ કરાવી શકો છો. લકી કલર: પીળો, લકી નંબર: 5


મિથુન

મિથુન

રાજકીય દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને કેટલીક જાહેર સભાઓ યોજવાની તક પણ મળશે, જેનાથી તમારા મિત્રોની સંખ્યામાં વધશે. ધાર્મિક કાર્યક્રમોમાં થોડો સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. તમારા બાળકના કોઇ કાર્યથી તમારા પરિવારનું ગૌરવ વધશે અને તેના પ્રત્યે તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે. પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરતી તમારા મનની વાત તેમને ન જણાવો, નહીં તો તેઓ તેમનો ફાયદો ઉઠાવવાનો પૂરો પ્રયાસ કરશે. નોકરીયાતો લોકો જો કોઇ નાનો બિઝનેસ કરવા માંગે છે, તો તેના પ્લાનિંગ્સને બળ મળશે. લકી કલર: ગુલાબી, લકી નંબર: 10


કર્ક

કર્ક

આજનો દિવસ તમારા માટે પ્રગતિથી ભરેલો રહેશે. તમારા પેન્ડિંગ કાર્યોને પૂર્ણ કરવા માટે ઉત્સાહિત રહેશો, પરંતુ પછી તે ઉત્સાહ ઓછો થઈ જશે અને તમે તમારું કાર્ય પૂર્ણ નહીં કરી શકો. તે કાર્યો પૂર્ણ કરવા માટે કોઈના પર નિર્ભર ન રહો. તમારા બિઝનેસ પ્રોબ્લેમ્સ તમારા જીવનસાથી સાથે શેર કરશો, અને તમને સંપૂર્ણ સહયોગ આપશે. વધારે મહેનતના કારણે તમે સાંજે થાક અનુભવશો. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. લાંબા સમયથી પરિવારમાં ચાલતો કોઈ વિખવાદ આજે સમાપ્ત થઈ જશે. લકી કલર: કાળો, લકી નંબર: 1


સિંહ

સિંહ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. પરંતુ જે લોકો લાંબા સમયથી કામની શોધમાં હતા તેમને થોડા સમય માટે વધુ મહેનત કરવી પડશે, તો જ તેઓ સફળ થઈ શકશે. વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા સાથે જોડાયેલી દરેક વાત ધ્યાનથી સાંભળવી પડશે, નહીંતર તેઓ ભૂલ કરી શકે છે. સમાજમાં તમારી સ્વચ્છ છબી બનશે. તમારા પૈસા કોઈની સલાહ પર ન રોકો, તેઓ તમને ખોટી સલાહ આપી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. તમારા માતા-પિતાની સેવામાં સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. લકી કલર: ઓરેન્જ, લકી નંબર: 3


કન્યા

કન્યા

આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. ઘરમાં તમારી જવાબદારીઓ વધશે, પરંતુ પરિવારના તમામ સભ્યોની સહમતિ મળવાથી તમે ખુશ થશો. તમે જમીન, વાહન, મકાન વગેરે પણ ખરીદી શકો છો. સાંજથી રાત સુધી તમે તમારા જૂના મિત્રોને મળીને આનંદ અનુભવશો અને તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં પણ ભાગ લેશો. આજે કાર્યસ્થળમાં તમારી ઈચ્છા મુજબ કામ ન મળવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે, તેમ છતાં તમારા ચહેરા પર ખુશી હશે. લકી કલર: પર્પલ, લકી નંબર: 6


તુલા

તુલા

આજનો દિવસ તમારી સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થશે. અમુક કામને તમારે શોધીને પૂરા કરવા પડશે, નહીં તો પછીથી તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારા મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો, જ્યાં તમારી કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખો, નહીં તો ચોરી થઇ શકે છે. તમારા બાળકોના ભવિષ્યને લગતી કેટલીક સમસ્યાઓ તમારા જીવનસાથી સામે રજૂ કરશો અને સાથે મળીને તમે તેનો ઉકેલ શોધી શકશો. લકી કલર: સફેદ, લકી નંબર: 2


વૃશ્ચિક

વૃશ્ચિક

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થશે. તમે ધાર્મિક કાર્યક્રમો અને ધર્માદાના કાર્યોમાં ભાગ લેશો, જેથી તમારી ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ જશે. નોકરિયાત લોકોના અધિકારોમાં વધારો તેમના સહકર્મીઓમાં ઇર્ષ્યા પેદા કરી શકે છે. સાંજે, તમે તમારા ઘરે હવન, પૂજા, કીર્તન વગેરે કરી શકો છો. બીજાની મદદ કરવાથી તમને આત્મસંતોષ મળશે. તમારા ભાઈઓ સાથે ચાલી રહેલા વિવાદનો અંત લાવવો પડશે તો જ તેઓ સમયસર તમારી મદદ કરી શકશે. લકી કલર: ક્રીમ, લકી નંબર: 4


ધન

ધન

આજનો દિવસ તમારા માટે ભાગદોડ ભર્યો રહેશે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ જોઈને તમે તણાવમાં રહેશો, તમે તમારા કોઈ સંબંધીઓની સલાહ પણ લઈ શકો છો. કોઈની વધારે પડતી મદદ ન કરવી, નહીં તો લોકો તેને તમારો સ્વાર્થ સમજશે. જો તમારા કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓનો ધીરજ સાથે સામનો કરવાથી તેમાં સફળ થશો. વિદેશથી બિઝનેસ કરતા લોકોને વધુ સારી નફાની તક મળી શકે છે. તમારા બાળકની પરીક્ષામાં વ્યસ્ત રહેશો, જેથી તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો નહીં. લકી કલર: વાયોલેટ, લકી નંબર: 11


મકર

મકર

આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમારા કેટલાક મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો. પરિવારમાં કોઈના લગ્નમાં આવતો અવરોધ કોઈ સભ્યની મદદથી ઉકેલાશે. તમારા બાળક અથવા પત્નીનું સ્વાસ્થ્ય અચાનક બગડવાથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કોઈ પ્રોપર્ટી ડીલ ફાઈનલ થઈ શકે છે. તમારા મિત્રોના કોઈપણ પ્લાનિંગનો ભાગ બનવાનું ટાળવું પડશે, નહીં તો તમારે જોખમ ઉઠાવવું પડી શકે છે. જો તમે મુસાફરી પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. લકી કલર: મરૂન, લકી નંબર: 12


કુંભ

કુંભ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. બિઝનેસ કરતા લોકોને મોટી રકમ મળવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો આજે જીવનસાથી સાથે કોઈ વિવાદ થાય છે, તો તેને પરસ્પર ઉકેલવો વધુ સારું રહેશે. તમારા મિત્રો સાથે સાંજે બહાર જઈ શકો છો. બિઝનેસમાં તમારા સહકર્મીઓ દ્વારા કેટલીક ભૂલો હશે તો તમારે તેને અવગણવી પડશે, તો જ તમે તમારું કામ પાર પાડી શકશો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 9


મીન

મીન

આજે તમારા બાળકો તરફથી કોઈ સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું માન-પ્રતિષ્ઠા વધશે અને તમે આપેલા સૂચનો આવકારવામાં આવશે. જે યુવાનો માત્ર પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યા છે તેઓએ તેમના દુશ્મનોથી થોડું સાવધાન રહેવું પડશે. આજે તમારે કોઈ નવું કામ કરવામાં સંકોચ ન કરવો જોઈએ અને તેને પૂરા કરવા પડશે. સામાજીક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના સહકર્મીઓના પ્રભાવમાં આવીને કોઈ નવું કામ હાથ ન ધરવું. લકી કલર: મજેન્ટા, લકી નંબર: 7

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top