આ કોઈ આમંત્રણ છે કે ધમકી ! લગ્નમાં આવો તો આ 15 શરતો માનવી પડશે...' કપલનું વેડિંગ કાર્ડ જોઈ મહેમાનો પણ ચોકી ગયા
Viral Wedding Card: સામાન્ય રીતે લગ્ન સમારંભમાં મહેમાનોની સાથે ખૂબ જ માન - સન્માનથી બોલાવવામાં આવે છે, પરંતુ અહીં એક કપલે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક એવું કર્યું, કે હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તમે જોયું હશે કે લગ્ન પ્રસંગમાં મહેમાનોને કોઈક વાતમાં ખરાબ લાગે તો પણ પરિવારના સભ્યો તેને નજરઅંદાજ કરતાં હોય છે. પરંતુ આ બ્રિટિશ કપલે મહેમાનો સમક્ષ એવી શરતો મૂકી કે મોટાભાગના લોકોએ લગ્નમાં આવવાનો પ્લાન કેન્સલ કરી દીધો.આ અજીબોગરીબ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે કપલનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રેડિટ પર તેમના લગ્નનું કાર્ડની જોરશોરથી ચર્ચામાં છે. r/weddingshaming એકાઉન્ટના એક યુઝરે વેડિંગ કાર્ડની તસવીર શેર કરી અને લખ્યું, જો કોઈ મને આ રીતે આમંત્રણ આપે તો, હું ત્યા બિલકુલ ન જાઉં. કાર્ડમાં મહેમાનો માટે એક નહીં, બે નહીં પરંતુ 15 શરતો લખવામાં આવી છે, જેને વાંચીને લોકો ગુસ્સે થયા છે અને કહી રહ્યા છે કે, આ કોઈ આમંત્રણ છે કે ધમકી.
કપલે મહેમાનોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે, કે આ તેમનો સ્પેશિયલ દિવસ છે, તમારો નહીં. તે પછી કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. જે હેઠળ થીમ ડ્રેસ સિવાય બીજું કંઈપણ પહેરવાની ભૂલ ન કરો. તેમજ ફોટોગ્રાફરના રસ્તામાં ન આવશો. આ સિવાય જેને જ્યાં બેસવાનું કહેવામાં આવ્યું છે, તેમણે ત્યાં જ બેસી જવું. દંપતીએ એમ પણ કહ્યું છે, કે જો કોઈને સંગીત પસંદ ન હોય તો તે ઉઠીને ઘરનો રસ્તો લઈ શકે છે. આ સિવાય બીજી પણ ઘણી શરતો છે, જેને વાંચીને મહેમાનોનું મગજ ચકરાવા લાગ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp