કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અચાનક જ સભાને સંબોધતા સ્ટેજ પર ઢળી પડ્યા, જુઓ વિડીઓ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અચાનક જ સભાને સંબોધતા સ્ટેજ પર ઢળી પડ્યા, જુઓ વિડીઓ

04/24/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અચાનક જ સભાને સંબોધતા સ્ટેજ પર ઢળી પડ્યા, જુઓ વિડીઓ

ચુંટણી પહેલા જોરશોરથી થઇ રહેલા પ્રચાર વચ્ચે મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જેના કારણે ત્યાં સ્ટેજ પર અફરાતફરી મચી ગઈ હતી અને સ્ટેજ પર હાજર લોકો તેમને બચાવવા તરત જ ઝડપી લીધાં હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયાં હતા. તેઓ યવતમાલમાં ચૂંટણી સભાને સંબોધિ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. જો કે, હાલમાં નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમની સારવાર ચાલી રહી છે.



આ પહેલા બે વાર ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા

આ પહેલા બે વાર ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા

નીતિન ગડકરીનું મંચ પર ચક્કર ખાઈને ઢળી પડવું પહેલી વાર નથી. આ પહેલા બે વાર તેઓ આવી રીતે ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા. હકીકતમાં તેમને સુગરની બીમારી છે અને તેથી અવારનવાર તેમને ચક્કર આવતાં હોય છે યવતમાલમાં પણ આવું જ બન્યું હતું. 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર બેભાન બનીને ઢળી પડ્યાં હતા. તેમની સાથે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. ત્યારે એવું જણાવાયું હતું કે, સુગર ઓછું હોવાથી તેમને ચક્કર આવ્યા હતા અને તરત તેમને પાણી પીવડાવાયું અને પેંડા ખવડાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ એક રેલી દરમિયાન તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા.


ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર

ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ભાજપના લોકપ્રિય નેતાઓમાંના એક છે. તેઓ નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું છે. અહીં ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top