પ્રશાંત કિશોરે BJP માટે એવી શું ભવિષ્યવાણી કરી કે હજામની દુકાનોમાં પણ થઈ રહી છે ચર્ચા

પ્રશાંત કિશોરે BJP માટે એવી શું ભવિષ્યવાણી કરી કે હજામની દુકાનોમાં પણ થઈ રહી છે ચર્ચા

04/03/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પ્રશાંત કિશોરે BJP માટે એવી શું ભવિષ્યવાણી કરી કે હજામની દુકાનોમાં પણ થઈ રહી છે ચર્ચા

દેશમાં 18મી લોકસભા માટે 7 ચરણોમાં ચૂંટણી થવાની છે. બધી રાજનીતિક પાર્ટીઓ પોત પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન દેશના જાણીતા રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને કેટલી સીટો મળશે, તેની ભવિષ્યવાણી કરી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણીથી બંગાળના ભાજપી ગદગદ છે. તે ગલી, મોહલ્લા, નુક્કડ, ચોક, ચા, પાન કે હજામની દુકાન જ્યાં પણ હોય, ત્યાં એ જ ચર્ચાનો વિષય બની છે. પ્રશાંત કિશોર વિભિન્ન મીડિયામાં ઇન્ટરવ્યૂમાં આ ભવિષ્યવાણી કરી હતી. તેમાં કહ્યું હતું કે, વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સારું હશે. જો કે, તેઓ તેને ભવિષ્યવાણી કહેવા પ્રત્યે સહમત નહોતા, પરંતુ અનુમાન માનવા પર ભાર આપ્યો.


પ્રશાંત કિશોરે શું કહ્યું?

પ્રશાંત કિશોરે શું કહ્યું?

પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસથી સારું પ્રદર્શન કરશે. બંગાળમાં ભાજપના પરિણામ ચોંકાવનારા હશે. આ લડાઈ તૃણમૂલ કોંગ્રેસ માટે ખૂબ કઠિન હશે. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સમયે ભાજપ પોતાની ગતિ બનાવી રાખવા સંઘર્ષ કરી રહી હતી, પરંતુ 2024માં એ પશ્ચિમ બંગાળમાં એક મોટી રાજનીતિક શક્તિ છે. હવે લાગે છે કે 2024માં ભાજપ બંગાળમાં 2019થી સારું પ્રદર્શન કરશે.


2019ની ચૂંટણીમાં કેટલી સીટો મળી હતી?

2019ની ચૂંટણીમાં કેટલી સીટો મળી હતી?

2019ની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસે 22, ભાજપે 18 અને કોંગ્રેસે 2 સીટો જીતી હતી. આ વખત 2024ની લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપ પહેલાથી પણ સારું પ્રદર્શન કરશે તેવી પીકેએ ભવિષ્યવાણી કરતા ભાજપીઓ ગદગદ છે. ભાજપ સમર્થક આ મુદ્દાને ઈન્ટરનેટ મીડિયાના માધ્યમથી પ્રચારિત અને પ્રસારિત કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top