માલદીવ્સની જેમ જ આ દેશમાં 'ઈન્ડિયા આઉટ' કેમ્પેઇન

માલદીવ્સની જેમ જ આ દેશમાં 'ઈન્ડિયા આઉટ' કેમ્પેઇન

03/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

માલદીવ્સની જેમ જ આ દેશમાં 'ઈન્ડિયા આઉટ' કેમ્પેઇન

બાંગ્લાદેશમાં ભલે ભારત પ્રત્યે મિત્રતાનો વ્યવહાર રાખનારી સરકાર છે, પરંતુ ત્યાંનું વિપક્ષ ભારત વિરોધી અભિયાન ચલાવવામાં જોર લગાવી રહ્યું છે. બાંગ્લાદેશમાં વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) માલદીવ્સની જેમ જ 'ઈન્ડિયા આઉટ' કેમ્પેન ચલાવી રહી છે. આ કેમ્પેન હેઠળ બાંગ્લાદેશમાં ભારતના પ્રભાવને પૂરી રીતે સમાપ્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ભારતીય સામાનના બહિષ્કારની અપીલ કરવામાં આવી રહી છે. આ પાર્ટી બાંગ્લાદેશમાં ભારત અને હિન્દુ વિરોધી માહોલ બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે.


ભારત વિરોધી નિવેદન આપે છે મુખ્ય વિપક્ષી નેતા

ભારત વિરોધી નિવેદન આપે છે મુખ્ય વિપક્ષી નેતા

બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટીના મુખ્ય નેતા ખૂલીને ભારત વિરોધી નિવેદન આપી રહ્યા છે. સ્થિતિ એવી છે કે વિપક્ષી પાર્ટી BNPના પ્રમુખ નેતા જનરલ રુહૂલ કબીર રિઝવીએ હાલમાં જ 'ઈન્ડિયા આઉટ' કેમ્પેનનું સમર્થન કરતાં પોતાની કાશ્મીરી સાલ પણ સળગાવી દીધી હતી. ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદન આપતા રિઝવીએ એમ પણ કહ્યું કે, ભારત બાંગ્લાદેશના લોકો સાથે નથી, પરંતુ આવામી લીગ એટલે કે શેખ હસીનાની પાર્ટીનું સમર્થન કરે છે.


PM શેખ હસીનાનો વિપક્ષ પર પલટવાર:

PM શેખ હસીનાનો વિપક્ષ પર પલટવાર:

વિપક્ષી પાર્ટીઓના 'ઈન્ડિયા આઉટ' કેમ્પેનને લઈને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ હુમલાવર છે. રિઝવીના કાશ્મીરી સાલ સળગાવવા પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષી પાર્ટીના નેતા પોતાની પત્નીઓની સાડીઓ સળગાવશે, ત્યારે એ સાબિત થશે કે તેઓ વાસ્તવમાં ભારતીય ઉત્પાદનોનું બહિષ્કાર કરવા માટે પ્રતિબદ્ધ છે. શેખ હસીનાએ ભારતીય સામાનના બહિષ્કારના વિપક્ષના અભિયાન વચ્ચે જ ભારતની મોટી માત્રામાં ડુંગળી નિકાસ કરવાનો પણ નિર્ણય લીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top