India TV CNX Opinion Pollનું અનુમાન, જાણો લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે

India TV CNX Opinion Pollનું અનુમાન, જાણો લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે

04/04/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

India TV CNX Opinion Pollનું અનુમાન, જાણો લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે

India TV CNX Opinion Poll મુજબ, જો અત્યારે ચૂંટણી થાય છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળું NDA ગઠબંધન 543 લોકસભા સીટોમાંથી 399 સીટો જીતી શકે છે, જેમાં એકલી ભાજપ 342 સીટો જીતશે તેવું અનુમાન છે. તો કોંગ્રેસના નેતૃત્વવાળું ઈન્ડિયા ગઠબંધન (તૃણમૂલ કોંગ્રેસ છોડીને) 94 સીટો જીતી શકે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, YSR કોંગ્રેસ, TDP, BJD અને અપક્ષ સહિત અન્ય દળોને બાકી 50 સીટો મળી શકે છે.ઓપિનિયન પોલનું વિવરણ India TV પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. 1 માર્ચથી 30 માર્ચ વચ્ચે 543 લોકસભાના મતવિસ્તારોમાં કુલ 1,79,190 લોકોના મંતવ્ય લીધા. તેમાં 91,100 પુરુષ અને 88,090 મહિલાઓ હતી.


પાર્ટીવાર સીટોનું અનુમાન:

પાર્ટીવાર સીટોનું અનુમાન:

ભાજપ 342, કોંગ્રેસ 38, આમ આદમી પાર્ટી 6, તૃણમૂલ કોંગ્રેસને 19, સમાજવાદી પાર્ટીને 3, JDUને 14, DMKને 18, TDPને 12 અને અન્યને 92 સીટો મળી શકે છે. ભાજપ ગુજરાતની બધી 26 સીટો, મધ્ય પ્રદેશની બધી 29 સીટો, રાજસ્થાનની બધી 25 સીટો, હરિયાણાની બધી 10 સીટો, દિલ્હીની બધી 7 સીટો, ઉત્તરાખંડની બધી 5 સીટો અને હિમાચલ પ્રદેશની બધી 4 સીટો જીતી શકે છે. ભાજપની સૌથી વધુ જીત ઉત્તર પ્રદેશમાં થવા જઇ રહી છે, જ્યાં કુલ 80માંથી 73 સીટો જીતી શકે છે. NDA ગઠબંધનની સહયોગી RLD અને અપના દલને 2-2 સીટો મળી શકે છે. બાકી 3 સીટ સમાજવાદી પાર્ટીને મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને BSP બંનેને એક પણ સીટ મળવાની સંભાવના નજરે પડી રહી નથી.


અન્ય રાજ્યોમાં ભાજપની સ્થિતિ:

અન્ય રાજ્યોમાં ભાજપની સ્થિતિ:

અન્ય રાજ્ય જ્યાં ભાજપ ઉલ્લેખનીય જીત હાંસલ કરવા જઇ રહી છે. બિહારમાં 40માંથી 17, ઝારખંડમાં 14માંથી 12, કર્ણાટકમાં 28માંથી 22, મહારાષ્ટ્રમાં 48માંથી 27, ઓરિસ્સામાં 21માંથી 10, આસામમાં 14માંથી 11 અને પશ્ચિમ બંગાળમાં 42માંથી 22), ક્ષેત્રીય દળોમાં તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં 19 સીટો જીતી શકે છે. DMK તામિલનાડુમાં 18 સીટો જીતી શકે છે. YSR કોંગ્રેસ 10 સીટો જીતી શકે છે. TDP 12 સીટો જીતી શકે છે અને BJD ઓરિસ્સામાં 21માંથી 11 સીટો જીતી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top