'મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે' સપા નેતાના વિવાદિત નિવેદનથી હોબાળો! પાર્ટીના ઉમેદવાર સામે ફ

'મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે' સપા નેતાના વિવાદિત નિવેદનથી હોબાળો! પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ

04/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે' સપા નેતાના વિવાદિત નિવેદનથી હોબાળો! પાર્ટીના ઉમેદવાર સામે ફ

Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ વીડિયોમાં બોલી રહ્યા છે કે, જો આ વખતની ચૂંટણીમાં ગડબડ થશે તો મતગણતરી કેન્દ્રમાંથી મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે.


ભાજપના લોકોએ મારા પર

ભાજપના લોકોએ મારા પર

સમાજવાદી પાર્ટીએ શનિવારે ઉત્તર પ્રદેશની બલિયા બેઠક પર સનાતન પાંડેને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ પાંડેએ બલિયા પહોંચીને કહ્યું કે, ‘ગત ચૂંટણીમાં હું તમારો જીતેલો ઉમેદવાર હતો, પરંતુ તે સમયે પણ ભાજપની સરકાર હતી. તે સમયે અહીંના કલેક્ટર દબાણમાં આવી ગયા હતા અને તેમણે ચૂંટણી પરિણામમાં ફેરબદલ કરવાનું કામ કર્યું હતું. હું જ્યારે મતગણતરી કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે ભાજપના લોકો દ્વારા મારા પર ડંડાથી હુમલો કરાવાયો હતો, જેના કારણે મારી ગાડીના કાચ તૂટી ગયા હતા.’


2019ની લોકસભા ચૂંટણી જીતી ગયો હતો, પરંતુ

2019ની લોકસભા ચૂંટણી જીતી ગયો હતો, પરંતુ

સનાતન પાંડેએ કહ્યું કે, ‘હું વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જીતી ગયો હતો, પરંતુ જિલ્લા વહિવટીતંત્રએ સત્તાના દબાણમાં આવી જાણીજોઈને ષડયંત્ર રચી મને હારેલો જાહેર કર્યો હતો. જો આ વખતની ચૂંટણીમાં ગડબડ થશે તો મતગણતરી કેન્દ્રમાંથી મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે. હવે અમારા પર સરકારના ડંડા નહીં, ચૂંટણી પંચના ડંડા ચાલશે. અગાઉ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાતી હતી, પરંતુ અહીંનું વહીવટીતંત્ર ભાજપ સરકારના દબાણ હેઠળ આવ્યું ગયું હતું અને અમારા પરિણામ બદલી નાખ્યા. અમે તે વ્યવસ્થાનું અપમાન કરવા માંગતા ન હતા, તેથી તે ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી હતી.’


પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ

પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ

તેમનો વીડિયો સામે આવ્યા બાદ કોતવાલી પોલીસે પાંડે સામે હેટ સ્પીચ મામલે ફરિયાદ નોંધી છે અને તેમની સામે આચાર સંહિતાનો ભંગ, કલમ-144 હેઠળ ધમકી અને લોકપ્રતિનિધિત્વની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરાઈ છે. સિવિલ લાઈન્સ ચોકીના ઈન્ચાર્જ માખન સિંહની ફરિયાદ પર સપા ઉમેદવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top